Women Day Spl: જ્યારે મહિલાઓને પૂછવામાં આવ્યા આ સવાલ

Posted By:
Subscribe to Oneindia News

સામાન્ય રીતે મહિલા દિવસ આવતા જ તમામ લોકોને મહિલાઓના પ્રશ્નો, સમસ્યા અને ઉકેલ અંગે વાતો કરવા લાગે છે. જો કે તે વાત સારી પણ છે. મહિલાઓના પ્રશ્નોને અવાજ મળે તે માટે પણ એક દિવસ હોવો જોઇએ. ત્યારે વનઇન્ડિયા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ઉંમરની મહિલાઓને અલગ અલગ સવાલો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ ખરેખરમાં પોતાની રીતે અનોખા હતા.

Read also: #Women'sDay: 8 માર્ચનો દિવસ કેમ કહેવાય છે વિશ્વ મહિલા દિવસ?

અમારા આ સર્વેમાં અમે મુખ્યત્વે મહિલાઓને પુછ્યું હતું કે જો તેમને એક દિવસ માટે તેમને જે ગમે તે કરવાનો મોકો મળે તો તે શું કરશે. સાથે જ તેવું શું છે જે તે બદલવા માંગે છે. અને શું કદી કોઇ મહિલાએ તેમના કેરિયર અંગે તેમને પ્રેરણા પૂરી પાડી છે. આ અંગે કેટલાક રસપ્રદ જવાબો આ મહિલાઓએ આપ્યા હતા. ત્યારે કોણે શું કહ્યું જાણો અહીં....

એક દિવસ માટે

એક દિવસ માટે

ડૉ. અવિના નામની એક 35 વર્ષીય મહિલા ડોક્ટરને જ્યારે આ અંગે અમે પૂછ્યું તો તેણે જણાવ્યું કે એક દિવસમાં તે તેના પતિ અને બાળકોની જવાબદારીમાંથી મુક્ત થઇ પોતાની ગર્લ્સ ગેંગ સાથે ફરી તેવી જ મસ્તી કરવા માંગે છે જે તે કોલેજના સમયમાં કરતી હતી. તે ફરી એક વાર તે કેર ફ્રી લાઇફને એક દિવસ માટે અનુભવવા માંગે છે.

એક દિવસ માટે

એક દિવસ માટે

તો શચી વ્યાસ, જે પોતે પણ પત્રકાર જ છે તેણે જણાવ્યું કે એક દિવસ માટે તે બધા જ પુરુષોને ઘરમાં બંધ કરી દેવા માંગે છે. આ એક દિવસ માટે યુવકો અને પુરૂષોને તમામ પબ્લિક પ્લેસ પર બેન કરવામાં આવે, જેથી મહિલાઓ, યુવતીઓ જે ગમે એ પહેરીને ફરી શકે.

શું બદલવા માંગે છે?

શું બદલવા માંગે છે?

બદલાવ અંગે બોલતા શ્રીજીતા નામની મહિલા પત્રકારે જણાવ્યું કે તે બસમાં સ્ત્રીઓને બેસવા માટે જે અલગ સીટ હોય છે તેને દૂર કરવા માંગે છે. તેણે કહ્યું કે ચોક્કસથી ગર્ભવતી મહિલા અને સિનિયર સીટીઝન માટે અલગથી સીટ હોવી જોઇએ, પણ દરેક વખતે જ્યારે આપણે ઇક્વાલીટીની વાત કરતા હોઇએ તો પછી આમાં કેમ નહીં?

શું બદલવા માંગે છે?

શું બદલવા માંગે છે?

8 વર્ષની કાવ્યાને જ્યારે પુછવામાં આવ્યું કે તે શું બદલવા માંગે છે તો તેણે કહ્યું હંમેશા પુરુષો જ સ્ત્રીઓ માટે બધુ કરું છે. ફિલ્મમાં બતાવે છે કે છોકરો ફાઇટિંગ કરે, મહેનત કરે ત્યારે જ છોકરી અને તેનો પરિવાર તેને હા પાડે તેવું કેમ. છોકરા-છોકરી બન્નેએ એકબીજા માટે કરવું જોઇએ ખાલી છોકરાએ જ નહીં. આ જવાબ સાંભળીને હું ખરેખરમાં છક્ક થઇ ગઇ હતી. આ જોતા લાગે છે કે આવનારા દિવસોની મહિલાઓ ચોક્કસથી "મેલ-ફ્રેન્ડ્રલી" હશે!

શું બદલવા માંગો છો?

શું બદલવા માંગો છો?

શ્રદ્ધા નામની એક કોલેજ જતી યુવતી કહ્યું કે સગીર હોય કે વૃદ્ધ જો બળાત્કાર જેવા સંગીન મહિલા અપરાધમાં, આરોપ પુરવાર થાય તો તેને ફાંસીની સજા ફરજિયાત મળવી જોઇએ. તો હેઝલ નામની અન્ય એક છોકરીએ છોકરીઓને મહિલા દિવસ પર સલાહ આપી હતી કે મહિલાઓ તરીકે તે અન્ય મહિલાઓને જજ કરવાનું બંધ કરે.

શું કોઇ મહિલા પ્રેરણા

શું કોઇ મહિલા પ્રેરણા

દરેક સ્ત્રીના જીવનમાં તેની માં અને તેની માસીઓ પ્રેરણાના સ્ત્રોત બનતા રહેતા હોય છે. પણ કેરિયરની હું જ્યારે વાત કરું તો એક મહિલા તરીકે મારી મહિલા બોસ નીરૂ મેમને ચોક્કસથી યાદ કરીશ. આજે હું પણ સારા પદ પર છું. પણ સારા પદ પર કેવી રીતે રહેવું, કેવી રીતે તમારાથી નીચેના લોકો માટે પ્રેરણાદાયી બનવું અને કેવી રીતે વિવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ ધીરજ અને ખંતથી કામ લેવું, તે શીખ માટે હું નીરૂ મેમની આભારી છું.

શું બદલવા માંગો છો?

શું બદલવા માંગો છો?

વર્ષોથી બાળ શિક્ષણ સાથે જોડાયેલા પ્રી.પ્રી.ટી.સીના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ, તેવા પાલનપુરના સુધાબેન જોષીને જ્યારે અમે પુછ્યું કે તે મહિલા દિવસે શું બદલાવ લાવવા માંગે છે તો તેમણે જણાવ્યું કે "હું તો કહું કે જે શરૂઆત કરો ઘરેથી કરો. ઘેરમાં જ માતા ,પુત્રી,વહુ ને સન્માન મળશે તો સમાજના પ્રશ્નો ઓછા થશે. પ્રેમ અને સમજણથી આપને ઘરમાં જ સ્ત્રી પુરુષ ના ભેદભાવ ના રાખીયે, તો સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ બદલાશે, માતાને દીકરીની સાથે દીકરો પણ મદદ કરે તેવું કરીયે .દરેક સ્ત્રીનું સન્માન કરીયે તો જ આ થશે. ખાલી ઉપદેશથી નહિ પણ આચરણ કરી નારી તરફનો દ્રષ્ટ્રિકોણ બદલવાની જરૂર છે.

English summary
Survey: On Women Day women respond to some honest answers. Read here more.
Please Wait while comments are loading...