'ભાજપને નહીં પાકિસ્તાનને પડકાર ફેંકે કેન્દ્ર'

લોકસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રીએ આતંકી હુમલા પર જવાબ આપતા કહ્યું કે આ આતંકી હુમલાનું કનેક્શન પાકિસ્તાન સાતે છે. અમે એવું એટલા માટે કહીં રહ્યાં છી એકે આપણે ઠાર મારેલા આતંકીઓ પાસેથી ઘણા પુરાવાઓ મળ્યા છે. સુરક્ષાદળોના બે આતંકીઓની ડાયરી મળી છે. ડાયરીમાં ઉર્દુમાં કંઇક લખેલું છે. તેમાં કેટલાક નંબરો છે જે પાકિસ્તાનના છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસે દવા અને ટ્યૂબ મળી છે. જે કરાચીમાં બનેલી છે.
લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષે સરકારને ટીકાત્મક પ્રહારો કર્યા. ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર હંગામો મચ્યો. આ હંગામા વચ્ચે જ ગૃહમંત્રીએ પોતાનો પક્ષ મુક્યો. નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજે વિદેશમંત્રી સલમાન ખુરશીદને આડાહાથે લીધા હતા.












Click it and Unblock the Notifications
