સ્વાઇન ફ્લૂના ભરડામાં ગુજરાત, મૃત્યુઆંક 220એ પહોંચ્યો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ થઇ ગયો છે. રાજ્યમાં કૃલ મૃત્યુઆંક 220 સુધી પહોંચતા ચકચાર મચી જવા પામ્યો છે. ખાલી અમદાવાદમાં ગત ચોવીસ કલાકમાં 91 કેસો નોંધવામાં આવ્યા છે જે તંત્રની બેદરકારી બતાવે છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 91 કેસો નોંધવામાં આવ્યા છે તોત વડોદરામાં 31 અને સુરતમાં 15 કેસ નોંધવામાં આવ્યા છે. વળી રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યઆંક વધ્યો છે. જો કે મૃત્યુઆંક વધતા સરકારે યુદ્ધ ધોરણે કામગીરી હાથ લીધી છે.

swin flu

આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું કે કુલ 5 કરોડ લોકોને સર્વેલન્સમાં આવરવામાં આવ્યા છે. અને આ કામગીરી માટે 5 હજારની ડોક્ટર અને 17 હજારથી વધુ આરોગ્ય કર્મીઓને રોકવામાં આવ્યા છે. સાથે જ 15 લાખથી વધુ ટેમિફ્લૂ કેપ્સ્યૂલ અને 3 હજાર સીરપના જથ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઇકોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારનો કાન આંબળ્યો છે. અને રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ અંગે અહેવાલ રજૂ કરવા ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.

English summary
Swine Flu in Gujarat, Death toll reaches to 220. Read here this news in details.
Please Wait while comments are loading...