સ્વાઇન ફ્લૂના પંજામાં કસાતુ ગુજરાત, 10ના મોત
અમદાવાદ, 6 ફેબ્રુઆરી: હાલમાં ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં સ્વાઇન ફ્લૂ પોતાનો કહેર વર્તાવી રહ્યું છે. રાજ્યમાં રોજ સ્વાઇન ફ્લૂના દર્દીઓ સામે આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર ઓછો થવાના બદલે કે વધુને વધુ વકરી રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં દસ લોકોના મોત થયાની માહિતી મળી છે. સ્વાઇન ફ્લૂના કારણે રાજ્યમાં આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય વિભાગના હવામાં હવાતીયાની વચ્ચે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ નવા 60 કેસ નોંધાયા છે. બુધવારે એક જ દિવસમાં અમદાવાદમાંથી ત્રણ, વડોદરા અને સુરતમાંથી બે-બે અને કચ્છ અને દાહોદમાંથી એક-એક સહિત દસ વ્યક્તિઓના સ્વાઇન ફ્લૂના કારણે મોત થવા પામ્યા છે.

અત્રે નોંધનીય છે કે રાજસ્થાનમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 67 લોકોના મોત થઇ ચૂક્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા અત્રે પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભાનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદી ધીધો. આ ઉપરાંત ગુજરાતની શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોઢા રૂમાલ બાંધીને વિદ્યાર્થીઓને ભણાવે છે.
સ્વાઇન ફ્લૂના લક્ષણો
- સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને " સૂકી ઉધરસ " ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે.
- કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે.
- ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિ્તઓનો સમાવેશ થાય છે.
- યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.
પુખ્ત વ્યકિતઓમાં :
- શ્વાસ લેવામાં મૂશ્કેલી કે હાંફ ચઢવો
- છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
- અચાનક મૂર્ચ્છા
- ગૂંચવણ
- ભારે અથવા સતત ઊલ્ટી
- ઓછું ઉષ્ણતામાન
બાળકોમાં :
- ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત
- ત્વચાનો રંગ વાદળી
- પૂરતું પ્રવાહી ન પીવાય
- જાગવું નહી કે આંતરક્રિયા ન કરવી
- એટલા ચીઢીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં
- ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે
- લાલ ચકામા સાથે તાવ
- ખાઈ ન શકાય
- રડે ત્યારે આંસુ ન નીકળે












Click it and Unblock the Notifications
