મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ગુજરાતમાં ભાજપના પ્રતિકાત્મક ઉપવાસ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દેશની વિકાસ યાત્રાને અવરોધ કરવા અને વિપક્ષ દ્વારા સંસદમાં ગતિરોધ ઉભું કરવાના વિરોધમાં આજે ભાજપ તથા એનડીએના સાંસદો પ્રતિકાત્મક ઉપવાસ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ સ્વર્ણિમ સંકુલ ખાતે પોતાનું રોજિંદુ કાર્ય ચાલુ રાખીને ઉપવાસ કર્યા હતા તો મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ તથા સાંસદ જે કે પટેલની હાજરીમાં ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ કર્યો હતો.

nitin patel

તો ઉતર ગુજરાતમાં આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ સહીત વિપક્ષી દળોના સસદ નહિ ચાલવા દેવાના વિરોધ માં ધરણા કાર્યક્રમ આપ્યો હતો ઉપવાસ સાથેના ધરણા કાર્યકમ માં પાટણ પણ જોડાયું હતું આજે પાટણ ના બગવાડા ચોક ખાતે આજે સાંસદ લીલાધર વાઘેલા, મંત્રી દિલીપભાઈ ઠાકોર ,પૂર્વ ધારાસભ્ય રણછોડ ભાઈ દેસાઈ ,કેસી પટેલ ,મયંકભાઈ નાયક સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ શહેરમાં સાસંદ મોહન કુંડારિયા ની ઉપસ્થિતીમાં શહેરના ઢેબર ચોક ખાતે ઉપવાસ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાયેલ ઉપવાસ અંદોલન માં પ્રદેશ ભાજપ ના નેતા શંકર ચોધરી , કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા સહીત રાજકોટ શહેર અને જીલ્લાના પ્રમુખ, ઉપ પ્રમુખ , મંત્રી તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. લોકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે અને લોકતંત્ર બચાવવા તેમજ કોંગ્રેસ સામે આક્ર પ્રહારો કરી ભાજપ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા હતા .

કોંગ્રેસના ઘડ સમા તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ કેબિનેટ કક્ષાના મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને એક દિવસીય પ્રતીક ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો ઉદેશ્ય વિરોધ પક્ષ એવા કોંગ્રેસ દ્વારા સંસદમાં કે વિધાનસભામાં પ્રજાના હિત ના વિકાશના કર્યક્રમો મુદ્દે વિરોધ વ્યક્ત કરી લોક કલ્યાણકારી કાર્યોમાં અવરોધ ઉભું કરી પ્રજાના લાખો કરોડો રૂપિયા ને વેડફી રહ્યા હોવાનું બીજેપી આગેવાનો જણાવી રહ્યા છે.

સુરતના મક્કાઈ પુલ ખાતે ભાજપ દ્વારા પ્રતિક ઉપવાસ ચાલું કર્યા છે. જેમાં ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે.

સુરતમાં મક્કાઈપુલ ખાતે ભાજપ દ્વારા પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની ઉપવાસમાં જોડાવાની અપીલને લઈને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બેનરો સાથે જોડાયા છે. જેમાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કનું કાનાણી, સાંસદ દર્શના જારદોષ અને પુરનેશ મોદી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સતત 23 દિવસ સુધી કોંગ્રેસ દ્વારા બજેટ સત્ર ઠપ્પ કરી દેવાયો છે

English summary
Symbolic fasting in Gujarat, including Chief Minister and Deputy Chief Minister

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.