For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનતા જનાર્દન કહે છે કે, ભાજપાના શાસનમાં ગુજરાત મજામાં અને અમે ગુજરાતી ભાજપાના સાથી:અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે અમદાવાદ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે મનકી બાત કાર્યક્રમ સાઁભળ્યો હતો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યરતા અને નેતાઓ જોડાયા હતા. કેન્દ્રીય ગુજરાતન વિધાનસભાની ચૂટણીને લઇને ભાજપના રાષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે અમદાવાદ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે મનકી બાત કાર્યક્રમ સાઁભળ્યો હતો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યરતા અને નેતાઓ જોડાયા હતા. કેન્દ્રીય ગુજરાતન વિધાનસભાની ચૂટણીને લઇને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેને લઇને અનુરાગ ઠાકુરા આજે કચ્છમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. અનુરાગ ઠાકુરે દ્વારાકામાં ભગવાન શ્રીકૃ્ષ્ણની ઉચ્ચી પ્રતિમા બનાવાની વાત પણ કરી હતી.

ELECTION
કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ગુજરાતનો જ્યારે વિષય આવે છે ત્યારે દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની વાત થાય છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. આ ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે ભાજપાની સરકારે ગુજરાતમાં વિકાસની હરણફાળ ભરી છે. વિકાસની હરણફાળ થકી જ ગુજરાત નં. ૧ બન્યું છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ગઇ કાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે તેમાં પણ મહિલાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, બાળાઓ માટે કે. જી. થી પી. જી સુધીનો અભ્યાસ ફ્રી, સિનીયર સીટીઝન મહિલાઓ માટે બસ સેવા ફ્રી, ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતી બાળાઓને ઇ સ્કુટર ફ્રી આપવામાં આવશે. કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન નપાણીયું ગુજરાત કહેવામાં આવતું હતું. ભાજપા શાસન દરમ્યાન ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવ્યું તેમજ ગુજરાતના યુવાનોએ તો વિકાસ ની ઉંચી ઉડાન ભરી છે. સુરક્ષીત ગુજરાત,વિકસીત ગુજરાત, સશક્ત ગુજરાત બનાવવાનું કામ જો કોઇએ કર્યુ હોય તો તે ભાજપાની સરકાર છે. ભારતની પાંચ ટ્રીલીયન ઇકોનોમીમાં ગુજરાતનું ૧ ટ્રીલીયન ડોલરનું યોગદાન રહ્યું છે.

આજે વિશ્વમાં ભારતની છબી સુધરી છે. ગુજરાતે પોતાનું યોગદાન દરેક ક્ષેત્રે આપ્યું છે. રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાતનું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે ગુજરાતનું દરેક ક્ષેત્રમાં યોગદાન દેશના અન્ય રાજ્યો કરતાં યોગદાન મહત્વનું સાબિત થઇ રહ્યું છે. કેન્દ્રની અને ગુજરાત રાજ્યની ભાજપા સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી માફક જ દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભગવાન શ્રીકૃષ્ણની ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાનું અને દેવભૂમી દ્વારકા માં કોરીડોર બનાવવાના સ્વપ્ન ઉપર કામ કરવા જઇ રહી છે. ગુજરાતમાં આગળના પાંચ વર્ષમાં ૨૦ લાખ નોકરીઓનું સર્જન કરવાની જેમાં મહિલાઓ માટે ૧ લાખ નોકરીઓનું પણ સર્જન થવાનું છે. આમ, ભારતીય જનતા પાર્ટી સરકારની વિકાસની હરણફાળ યથાવત અને વેગવંતી બનાવવા માટે ગુજરાતની જનતા આ વખતે પણ સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

English summary
A tall statue of Lord Krishna will be erected in Dwarka: Thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X