For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tapi election result 2022 : તાપીમાં ભગવો લહેરાયો, કોંગ્રેસ-આપના સુપડા સાફ

Tapi election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે.

|
Google Oneindia Gujarati News

Tapi election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Recommended Video

તાપીમાં કોને મળ્યાં જનતાના આશિર્વાદ, જાણો કોણ બન્યું ધારાસભ્ય

Tapi

Tapi election result 2022 : તાપી જિલ્લાની વિધાનસભા બેઠકો

વ્યારા બેઠક

વ્યારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન કોકણીનો વિજય થયો છે. જેમને 69933 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પુના ગામીતને 45904 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિપિન ચૌધરીને 47513 મત મળ્યા છે.

નિઝર બેઠક

નિઝર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. જયરામ ગામીતનો વિજય થયો છે. જેમને 97461 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંનિલ ગામીતને 73301 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ ગાવીતને 35781 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Tapi election result 2022 : BJP got 2 seats in Tapi district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X