For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની આગેવાનીમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટ મંજૂરી, સીઆર પાટીલે આવકાર્યા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે પ્રેસ રિલીઝમાં જણાવ્યુ છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 116.65 કિલોમીટર લાંબા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે પ્રેસ રિલીઝમાં જણાવ્યુ છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 116.65 કિલોમીટર લાંબા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા આ નિર્ણયને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકાર્યો છે.

CR Patil

સી.આર.પાટીલે જણાવ્યુ છે કે, દેશભરમાંથી અંબાજી અને માઉન્ટ આબુ જૈન તીર્થસ્થળો પર આવતા યાત્રાળુઓ રેલ મારફતે દર્શન કરી શકશે તેમજ આ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિરે જનારા યાત્રિકોને લાભ મળશે. માઉન્ટ આબુ અને તારંગા હિલ સ્થિત શ્રી અજીતનાથ જૈન મંદિરમાં આવતા યાત્રિકોને લાભ મળશે તેમજ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી તીર્થસ્થાનના પણ દર્શનાર્થીઓ લાભ લઈ શકશે. પીએમ મોદીએ મુશ્કેલીઓને નિવારવા માટે આ ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. તે બદલ પીએમ મોદીને ખૂબ ખૂબ અભિનંદન.

પાટીલે વધુમાં જણાવ્યુ છે કે, અંબાજી એ ભારતનું એક આધ્યાત્મિક કેન્દ્ર અને સૌથી પ્રાચીન શક્તિપીઠ છે જેની મુલાકાત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ખાતેના શ્રી અજિતનાથ જૈન મંદિર (24 પવિત્ર જૈન તીર્થંકરોમાંથી એક) અને તારંગા હિલ ખાતેના તીર્થ સ્થળની પણ નજીક છે. સૂચિત 116.65 કિમી લાંબી નવી લાઇન તારંગા હિલ, અંબાજી અને આબુ રોડને રેલ જોડાણ પ્રદાન કરશે. વરેથા અને આબુ રોડ વચ્ચે 116.65 કિમીની લંબાઇ માટે નવી રેલ લાઇનનું કામ સરકાર પાસેથી જરૂરી મંજુરી મેળવ્યા બાદ હાથ ધરવાનું છે.

આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.2798.16 કરોડ છે. આ પ્રોજેક્ટ માટે લગભગ 620.09 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, જેમાંથી 462.30 હેક્ટર ખાનગી જમીન છે, 91.80 હેક્ટર સરકારી જમીન છે અને બાકીની 65.99 હેક્ટર જંગલની જમીન છે.

English summary
Taranga Hill-Ambaji-Aburod new rail line project approved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X