For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓક્ટરબર સુધીમા પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગુજરાતમાં ૩.૨૬ લાખ અરજીઓ પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક અપાયો

આગામી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં ગુજરાતની તમામ ૮ મહાનગરપાલિકા સહિત રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ કુલ ૩.૨૬ લાખ અરજીઓ પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેમ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે ૧૪ સપ્

|
Google Oneindia Gujarati News

આગામી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં ગુજરાતની તમામ ૮ મહાનગરપાલિકા સહિત રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ કુલ ૩.૨૬ લાખ અરજીઓ પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેમ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે ૧૪ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

NARMADA MODI

ગુજરાતમાં "PM Street Vendors AtmaNirbhar Nidhi-"PM SVANidhi યોજના હેઠળ અરજીઓનો સત્વરે હકારાત્મક નિકાલ માટે કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ, તમામ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર, મત્સ્યોદ્યોગ અને કૃષિ વિભાગના પ્રતિનિધિઓ, સ્ટેટ લેવેલ બેંકર્સ કમિટિ (SLBC)ના કન્વિનર અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા.

મંત્રીએ કહ્યું હતું કે તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં PM SVANidhi યોજના હેઠળ ફાળવાયેલ લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે ૨૬,૦૦૦ લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ ૩,૨૬,૦૦૦ અરજીઓ આગામી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને ૧ લાખ, સુરતને ૫૦,૦૦૦, વડોદરાને ૨૫,૦૦૦, રાજકોટને ૧૩,૦૦૦, જામનગરને ૯,૦૦૦, જૂનાગઢને ૭,૫૦૦, જ્યારે ગાંધીનગર અને ભાવનગરને પ,૦૦૦-પ,૦૦૦ અરજીઓનો નવો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે.

PM SVAnidhi યોજના અંતર્ગત NPA 1.5% છે જે બેન્કની કામગીરી અને સદ્ધરતાને કોઈ નૂકસાન કરતા નથી. જેથી, બેંકોને PM SVAnidhi યોજના અને KCC જેવી યોજનાઓ હેઠળ સક્રિયપણે લોન અરજીઓ મંજૂર કરવા મંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.

મંત્રીએ બેંકર્સ અને ULBને સૂચન કર્યુ હતું કે અરજદારોએ એક કરતા વધુ વખત બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર પડે નહીં તેવી વ્યવસ્થા કરવી જોઇએ. બેંકોએ એપ્લીકેશન માટે શક્ય તેટલો ઓછો સમય સુનિશ્ચિત કરીને લોન મંજુરી અને ચુકવવાની સુવિધા માટે ટેક્નોલોજીનો પૂરતો ઉપયોગ કરવો જોઇએ.

મંત્રીએ બેંકોને આવી યોજનાઓના સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે યોગ્ય ઉપાય શોધવા સૂચન કર્યું હતું. આ બેંકોને સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકા સાથે પરામર્શ કરીને, તેમની બાકી અરજીઓને મંજુર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતની તમામ મહાનગરપાલિકા/નગરપાલિકા દ્વારા અરજીઓને પુન:રજુ કરવા માટે કરવામાં આવેલ કામગીરીની મંત્રી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

આ ઉપરાંત લોન અરજીને પરત અથવા રદ કરતા પહેલા સંબંધિત નગરપાલિકાના ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન- GULMના કર્મચારી સાથે સતત સંપર્કમાં રહેવા બેંકોને સૂચના આપતા મંત્રીએ કહ્યું હતું કે PM SVANidhi યોજના અંતર્ગત કોઇપણ લોનની અરજી રદ કરતાં પહેલા સંબંધિત કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ. બેંકોને દરેક કામકાજના દિવસમાં બપોર પછીના સમયનો ઉપયોગ PM SVANidhi યોજનાના લાભાર્થીઓના હિત માટે કરવો જોઇએ. આ યોજનાને વધુ સફળ બનાવવા જરૂરી તમામ સહયોગ આપવા મંત્રીએ જણાવ્યું હતું.

English summary
Target to complete 3.26 lakh applications in PM Swanidhi Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X