For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્ની-પુત્રીને ઘરે છોડીને વિદ્યાર્થીની સાથે ભાગ્યો શિક્ષક, લગ્નના 11 વર્ષ પછી દગો આપ્યો

અવૈધ સંબંધોમાં પડેલા એક શિક્ષકએ તેની પત્ની અને પુત્રીને ઘરે છોડી દીધી અને વિદ્યાર્થીની સાથે ભાગી ગયો. તેના 11 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.

|
Google Oneindia Gujarati News

અવૈધ સંબંધોમાં પડેલા એક શિક્ષકએ તેની પત્ની અને પુત્રીને ઘરે છોડી દીધી અને વિદ્યાર્થીની સાથે ભાગી ગયો. તેના 11 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેને એક પુત્રી થઇ અને તે નોકરી કરી ઘર ચલાવવા લાગ્યો. શિક્ષકની નોકરી કરતા છેલ્લા કેટલાક મહિનાથી મોરબીમાં તેને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો, જે તેની પાસે ભણવા માટે આવતી હતી. બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે નોકરીથી ઘરે આવીને દરરોજ પત્ની સાથે ઝગડો કરવા લાગતો. અને દરરોજ ઘરે મારપીટ થવા લાગી. છેવટે, તેમની બીજી દુનિયા વસાવવા માટે, તે વિદ્યાર્થીની સાથે ભાગી ગયો.

Love affair

શિક્ષકના વિદ્યાર્થીની સાથે પ્રેમ-પ્રસંગમાં ઘર છોડીને ભાગવાની જાણકારી તેની પત્નીને થઇ તો તે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તેના પતિના દગાથી દુઃખી પત્નીએ પોતાની આપવીતી પોલીસને જણાવી. પોલીસે મહિલા અને પુત્રીને ન્યાય અપાવવા માટે ખાતરી આપી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી શિક્ષક કેશોદનો રહેવાસી ઉદય ડોડિયા છે, તેને વર્ષ 2008 માં લગ્ન કર્યાં હતાં.

છેલ્લા કેટલાક મહિનાથી, તે પોતાની વિદ્યાર્થીની સાથે પ્રેમ સંબંધમાં હતો. તેના કારણે તેણે તેના ઘરમાં પોતાની પત્ની સાથે ઝગડવાનું શરૂ કર્યું. તેના આ વલણથી કંટાળીને પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે, ઉદયે તેની પત્ની અને પુત્રીને છોડી દીધી અને વિદ્યાર્થીની સાથે ભાગી ગયો.

English summary
Teacher ran-away with girl student in Love affair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X