થાઇલેન્ડ અને ગુજરાત વચ્ચે આર્થિક-સાંસ્કૃતિક સંબંધોનો નવો સેતુ બંધાશે

Gujarat map
ગાંધીનગર, 29 સપ્ટેમ્બરઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શનિવારે 29 સપ્ટેમ્બર, 2012ના રોજ ગુજરાત આવેલા થાઇલેન્ડના રાજદૂત પિસાન માનાવાપટ (Mr. PISAN MANAWAPAT)ના નેતૃત્વ હેઠળના ૪૭ સભ્યોના થાઇલેન્ડ બિઝનેસ ડેલિગેશને મૂલાકાત લઇને થાઇલેન્ડ અને ગુજરાત વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોની સહભાગીતાનો મજબૂત સેતુ સ્થાપવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

થાઇલેન્ડ રાજદૂત માનાવાપટે ગુજરાત આવેલું વર્તમાન ડેલીગેશન ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું બિઝનેસ-ઇન્ડસ્ટ્રીઝનું થાઇલેન્ડનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એશિયાના દેશોમાં જે શાખ પ્રતિષ્ઠા મેળવી છે તે સંદર્ભમાં થાઇલેન્ડ ગુજરાત સાથે વિશાળ પાયા ઉપર સહભાગીદારી કરવા તૈયાર છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતમાં થાઇલેન્ડ ડેલીગેશનને જે પ્રતિભાવ અને આવકાર મળ્યો છે તે જોતાં ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે પરસ્પર સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા માટે ખૂબ જ અવકાશ છે.

આ સંદર્ભમાં અમદાવાદ અને બેંગકોક વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા અંગે, રાજ્યમાં કેટલફીડ અને પોલ્ટ્રી ફાર્મીંગ માટે થાઇલેન્ડનો સહયોગ આપવા, ગુજરાત જે રીતે ઔઘોગિક અને આર્થિક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે નવા નગર-આવાસ નિર્માણના બાંધકામ પ્રોજેકટ અને પ્રી-ફેબ ટેકનોલોજીના આવાસોના નિર્માણ કરવા, રણોત્સવ સહિત ગુજરાત અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસન વિકાસના ક્ષેત્રો વિકસાવવા રાજ્યના દરિયાકાંઠે ન્યુ પોર્ટસિટી અને ગીફટસિટીની સંલગ્ન માળખાકીય સુવિધા વિકસાવવા સહિતના વિવિધ વિષયો અને ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટેની ફળદાયી ચર્ચા થઇ હતી.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં થાઇલેન્ડ દ્વારા હેરિટેજ પેવેલીયનમાં મીની થાઇલેન્ડનું આકર્ષણ ઉભૂ કરવાની દરખાસ્તને આવકારતાં મુખ્યમંત્રીએ આ ગ્લોબલ સમિટમાં હેરિટેજ પેવેલીયનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવાની નેમ વ્યકત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X