For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે

તત્કાલીન મુખ્યમંત્રી ને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વનવિસ્તાર વધે અને વૃક્ષો પત્યે નાગરિકોમાં લોક જાગૃતિ કેળવાય તે આશયયથી જિલ્લા મથકો એ વન મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું અને અનેક વનોનું લોકાર્પ

|
Google Oneindia Gujarati News

તત્કાલીન મુખ્યમંત્રી ને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વનવિસ્તાર વધે અને વૃક્ષો પત્યે નાગરિકોમાં લોક જાગૃતિ કેળવાય તે આશયયથી જિલ્લા મથકો એ વન મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું અને અનેક વનોનું લોકાર્પણ કર્યું છે. જેના ભાગરૂપે આ વર્ષનો ૭૩ મો વન મહોત્સવ સુંરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ ખાતે આગામી ૧૨મી ઓગસ્ટના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંસ્કૃતિક વન- વટેશ્વર વનનું લોકાર્પણ કરાશે.

Bhupendra Patel

પ્રવકતા મંત્રી એ ઉમેર્યુ કે, ધોળીધજા ડેમ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૭૫ જેટલા નમોવનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાશે.જિલ્લા મથકોએ યોજાનારા જિલ્લાકક્ષાના કાર્યક્રમો જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓ ના અધ્યક્ષસ્થાને યોજાશે.જિલ્લા મથકોએ વિનામૂલ્પે રોપાઓનું વિતરણ પણ કરાશે.

તેમણે ઉમેર્યુ કે, "વટેશ્વર વન" ની સ્થાપના ધોળીધજા ડેમ અને વડવાળા મંદિરની નજીક કરવામાં આવી રહી છે. આ વનનુ નિર્માણ આયુષ ઔષધીઓ આધારિત છે. આ વનમાં અદાજે ૭૫૦૦૦ જેટલા રોપાઓનુ વાવેતર કરવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે,વનવિકાસ અને વનસંવર્ધનના ક્ષેત્રમાં દેશભરના અગ્રેસર રાજયોમાંનું એક આપણું ગુજરાત રાજય છે. ગુજરાતે અનેક ક્ષેત્રે પહેલ કરી દેશને એક નવી રાહ ચીંધીં છે. રાજયની પ્રજાનો ઉત્સાહ અને સહયોગ અદ્રિતીય રહ્યો છે.રાજયમાં ૧૦.૩૫ કરોડ વૃક્ષો વાવેતર વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

ગુજરાત રાજ્યનું વન વિભાગ વૃક્ષો અને વનો જાળવવા, વૃક્ષ આચ્છાદિત વિસ્તારને વધારવા માટે ખૂબ સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન વિભાગની સામુહિક યોજનાઓ, મારફતે શાળા અને કોલેજોના કંપાઉન્ડમાં, સરકારી, ખાનગી અને બિન સરકારી સંસ્થાઓના મેદાનમાં,સ્મશાનની જગ્યા ઉપર, તળાવો અને સરોવર ઉપર, રસ્તા, રેલ્વે તથા નહેરકાંઠા પર વનીકરણ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છેવ

English summary
The 73rd Van Mahotsav in the state will begin from August 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X