ટાઈલ્સના વેપારીની અપહરણ બાદ હત્યામાં એક આરોપીની ધરપકડ

Subscribe to Oneindia News

મોરબીના પીપળી ગામે રહેતા અને ટાઇલ્સના વેપારી ની પૈસાની લેતીદેતી મામલે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે હત્યારાને એમ.પીથી ઝડપી પાડ્યો છે. આરોપી એ વેપારીનું અપહરણ કર્યા બાદ ગોળી મારી હત્યા કરી લાશ ને કારની ડેકી માં નાખી મચ્છુ નદીમાં ફેકી દીધી હતી. આરોપીઓએ વેપારીના પિતાને ફોન કરી ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

crime

મોરબીના પીપળી ગામે રહેતા ટાઈલ્સના વેપારી ચંદ્રકાંતભાઈ પ્રેમજીભાઈ જેઠલોજા નું અપહરણ બાદ હત્યાના ગુનામાં પોલીસે મૂળ આમરણ ગામનો અને હાલ મોરબી રહેતો જયેશ ઉર્ફે બાબુભાઈ શામજીભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપી એ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. બાકીના ૪ લાખ રૂપિયાની ઉઘરાણી કરતા તેની ગોળી મારી હત્યા કરી હતી. એપ્રિલ 15ના રોજ ઘરે થી પોતાની ઓફિસે જવા નિકળેલ ચંદ્રકાંતભાઈ જેટલોજા સાંજ સુધી ઘરે પરત આવેલ નહિ અને સાંજે તેના પિતા પ્રેમજીભાઈ ને ચંદ્રકાંત ના ફોન માંથી એક અજાણ્યા શખ્સે ફોન કરી રૂ ત્રણ કરોડની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. બાદ વેપારીની લાશ મચ્છુ નદી માંથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ જતા વેપારી છેલ્લા જયેશ જોડે દેખાયો હતો પોલીસ જયેશનું સંપર્ક કરતા તેનો સ્વીચ ઓફ પોલીસે વધુ શંકા થઇ હતી. પોલીસને મેસેજ મળતા આરોપી મધ્યપ્રદેશ છે. પોલીસની એક ટીમે મધ્યપ્રદેશ જઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

crime
English summary
The accused arrested in the murder of a merchant after the abduction.Read here more.
Please Wait while comments are loading...