For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ સરકારે એક જ મહિનામાં નિર્ણય કરીને બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાની આપી મંજૂરી

રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી નજીક આવતા વિકાસના કામોને ઝડપથી આંચાર સંહિતા લાગુ પડે તે પહેલા મંજૂર કરીને કામો કરી લેવાની મૂડમા છે. બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાન માટે રાજ્ય સરકાર દ્વારા 40 કરોડ રૂપિયાની દરખાસ્તને એક જ મહિન

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી નજીક આવતા વિકાસના કામોને ઝડપથી આંચાર સંહિતા લાગુ પડે તે પહેલા મંજૂર કરીને કામો કરી લેવાની મૂડમા છે. બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાન માટે રાજ્ય સરકાર દ્વારા 40 કરોડ રૂપિયાની દરખાસ્તને એક જ મહિનામાં મંજૂરી આપી દિધી છે.

Bhupendra Patel

બાલવા-માણસા માર્ગના ફોર લેન થવાથી ગાંધીનગર જિલ્લાના ૬ ગામોના ર લાખ ૩૦ હજાર જેટલા ગ્રામજનોને અવર-જવર માટે વધુ સુવિધા સભર રોડનો આવનારા ભવિષ્યમાં લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માણસા ખાતે અધિકાારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠખનું આયોજન કર્યુ હતુ. જેમા લોકહિતની રજૂઆતને ત્વરિત સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ત્વરિત નિર્ણાયકતાનો વધુ એક પરિચય આપતાં ખૂબ જ ઝડપી નિર્ણય લઇને બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની ૪૦ કરોડ રૂપિયાની દરખાસ્તને માત્ર ૧ જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના ૬ ગામોની અંદાજે ર લાખ ૩૧ હજાર જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે

એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા-તાલુકાઓનો વ્યાપક પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસ કામોની, રજુઆતો અંગે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો ઉપક્રમ અપનાવ્યો છે

મુખ્યમંત્રી આ સંદર્ભમાં ગત તા.૧૯ મી મે એ માણસાની મુલાકાતે હતા અને ત્યાં તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ બાલવા-ગાંધીનગર માર્ગને ૧૦ મીટર માર્ગથી ફોરલેન કરવા અંગેની રજુઆતો મળી હતી

મુખ્યમંત્રીએ આ લોકહિત રજુઆતોનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં માર્ગ-મકાન વિભાગને બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. આ હેતુસર માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થયેલી રૂ. ૪૦ કરોડના કામોની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે

English summary
The Balwa-Mansa road will be four lanes at a cost of Rs 40 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X