શિક્ષક દિવસ નિમિતે રાજ્યપાલની અધ્યક્ષતામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે
આવનારી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં વિશેષ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ માટે રાજ્યપાલની અધ્યક્ષતામાં સમારોહ યોજાશે.

૫ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ નિમિતે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' વિતરણ સમારોહ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે, મંગળવાર યોજાનારા આ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા સહિત શિક્ષણવિદો અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
