• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અરવલ્લીમાં છોકરો અને છોકરીની લાશ ઝાડ પર લટકતી મળી

|
Google Oneindia Gujarati News

અરવલ્લીના માલપુર તાલુકાના એક ગામમાં બુધવારની સવારે એક છોકરો અને છોકરી રહસ્યમય સંજોગોમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. અરવલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, બે સગીર બાળકોના મૃતદેહ બુધવારની સવારે 4:30 કલાકની આસપાસ ગામના મંદિર નજીકના ઝાડ પરથી લટકતા મળી આવ્યા હતા.

છોકરાની ઉંમર 17 વર્ષ હતી, જ્યારે છોકરીની ઉંમર 16 વર્ષની હતી અને બંને એક જ ગામના હતા. માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતોના મૃતદેહ એક જ સાડીના કપડાનો ઉપયોગ કરીને લટકતા હતા. પોલીસે આ મૃતદેહોને પોસ્ટ માટે મોકલ્યા છે. હાલ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હમણાં સુધી બંને પરિવારોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હોવાથી આ કેસમાં આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવ્યું છે. હાલ આ ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

અરવલ્લીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે, પ્રથમ નજરે આ કેસ આત્મહત્યાનો લાગે છે, પરંતુ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. મૃતક છોકરાના મોટા ભાઈએ જણાવ્યું કે, અમને ખબર નથી કે તેણે આ છોકરી સાથે આવુ પગલું કેમ ભર્યું. તે કોઈ કારણસર પરેશાન હોય શકે છે, પરંતુ અમને એ વાતની કોઇ જાણકારી નથી.

English summary
A boy and a girl were found hanging from a tree under mysterious circumstances in a village in Malpur taluka of Aravalli on Wednesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion