Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહેસાણાના વિજાપુરમાં યુવકની લાશ મળી આવતા ચકચાર

મહેસાણાના વિજાપુર જિલ્લાના મકરાણી દરવાજા નજીક તળાવ પાસે કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે.

મહેસાણાના વિજાપુર જિલ્લાના મકરાણી દરવાજા નજીક તળાવ પાસે કપાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલિસે યુવકની લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વિજાપુરના મકરાણી દરવાજા પાસે આવેલા સતવારા વાસમાં રહેતા અને કલમ કામ કરતા 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

murder

મકરાણી દરવાજા પાસે તળાવની ઝાડીઓમાંથી આ યુવકની લાશ મળી આવી હતી. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવકની લાશ મળી હોવાની જાણ થતાં સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો હતો. આ સાથે હત્યા કરનાર ઈસમોને શોધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે સતવારા સમાજમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી જવા પામી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X