મુખ્યમત્રી બે દિવસના દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના લોકાર્પણમાં લેશે ભાગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે જતા હોવાથી સોમવારના રોજ જાહેર જનતાની સાથે મુલાકાત નહી કરી શકે. તેમના બે દિવસના પ્રવાસમાં નવા સંસદ ભવનનો લોકાર્પણ કર્યક્રમનો પણ સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૭ અને ૨૮ મે, શનિવાર અને રવિવારના રોજ દિલ્હીમાં નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેમજ નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી તા. ૨૯ મે સોમવારના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવનાર મુલાકાતીઓને રાબેતા મુજબ મળશે.












Click it and Unblock the Notifications
