કલોલ અક્સમાતમાં મૃત્યુ પામનારને રાજ્ય સરકારે 4 લાખની સહાયની કરી જાહેરાત
ગાંધીનગર જિલ્લાના કલોલમાં અંબિકા નજીક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મૌત થઇ યા હતા. જેમા મૃત્યુ પામેલા લોકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કરતા મૃતકોની આત્મના શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ઇજાગ્સતો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્ય પામેલા લોકો માટે 4 લાખની સહાયની જ્યારે ઇજાગ્રસ્ત માટે 50 હજારની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરતા જણાવ્યુ હતુ કે, ઠકલોલમાં થયેલ અકસ્માતમાં નર્દોષ મુસાફરોએ જીવ ગુમાવ્યો એ ખૂબ દ:ખદ છે. જીવ ગુમાવરનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવદના વ્યક્ત કરુ છુ. ઇજાગ્રસ્તો ઝડપથઈ સાજા થાય તેવી ઇશ્વરને પાર્થના કરુ છુ. રાજ્ય સરકાર મૃતકના પરીવારજનોને રૂ.4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.50,000 ની સહાય કરશે"
કલોલમાં અંબિકા નજીક ગમખ્વાર અકસ્માતમાં 4 લોકો ના કમકમાટી ભર્યા મોત થયા હતા. અમદાવાદ તરફ જતી એસ.ટી બસની ટક્કર થઇ હતી. એસ.ટી બસ સ્ટોપ પર ઉભા રહીને રાહ જોઇ રહેલા પસેન્જરને પાછળથી આવતી લક્ઝરી બસે એસ.ટી બસને ટક્કર મારી હતી. એસ.ટી બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોડ પર બેઠેલા મુસાફરોને ટકરાઇ હતી . જેમા ચાર લોકોના મૃત્યુ થયા હતા.












Click it and Unblock the Notifications
