Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુખ્યમંત્રીએ ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના ઇ-તકેદારી પોર્ટલનું લોન્ચિંગ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૩ની ઉજવણી નિમિત્તે ગુજરાત તકેદારી આયોગના ઓનલાઇન ફરિયાદ માટેના ઇ-તકેદારી પોર્ટલનું નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યું હતું.

આ સાથે જ તેમણે નિવારાત્મક તકેદારી અને ઇજનેરી કામોમાં ન્યાય સહાયક વિજ્ઞાનનો ઉપયોગ વિષય પરની કાર્યશાળાનો પણ શુભારંભ કરાવ્યો હતો.

e takedari portel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસ માટેના સરકારના પ્રયાસોની સફળતા આડે ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે. સરકારે કરપ્શન સામે ઝીરો ટોલરન્‍સ નિતી અપનાવી છે.

Say No To Corruptionના સંદેશને દોહરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભ્રષ્ટાચાર નિર્મૂલનથી રાષ્ટ્રને સમર્પિત થઈએ, વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ.

અપરાધીઓ તો દરરોજ, દર મહિને ગેરરીતીના નવા રસ્તા શોધે જ છે, પરંતુ આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવાનું છે. એટલું જ નહિ, સમાજને પણ સતર્ક અને સજ્જ કરવાનો છે.

આના માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે. આજની આ કાર્યશાળા અને ઈ-તકેદારી પોર્ટલ જેવી નવતર પહેલ પણ આ જ દિશામાં મજબૂત અને મક્કમ પગલું પૂરવાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો.

ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએની થીમ સાથે તકેદારી આયોગ દ્વારા આયોજિત સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૩ અંતર્ગત આજે ઈ-તકેદારી પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકો ઘરે બેઠા જ ઓનલાઈન ફરિયાદ કરી શકશે, સાથે જ તેમની ફરીયાદનું ટ્રેકિંગ પણ જાતે જ કરી શકશે.

આ પોર્ટલથી ઈ-સરકારના માધ્યમ થકી આયોગ, સરકારી વિભાગો અને નાગરિકો વચ્ચે એકીકૃત રીતે કાર્યવાહી થવાથી નાગરિકો તેમની ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે તથા આયોગ અને સરકારી વિભાગોની કક્ષાએ અસરકારક રીતે પ્રક્રિયા હાથ ધરાશે.

નુકશાન થતા પહેલા જ કોઇપણ તૃટી શોધવામાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી વિજ્ઞાન તેમજ આધુનિક ટેકનોલોજીથી મદદરૂપ થઇ શકે તે માટે ઈજનેરી કાર્યોમાં નિવારાત્મક તકેદારી અને ફોરેન્‍સીક સાયન્‍સના ઉપયોગ અંગેની એક દિવસીય કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગથી સતર્કતા વધુ સુદૃઢ બને તે માટે ગુજરાત વિજિલન્સ કમિશને જે પહેલ કરી છે, તે પ્રસંશાને પાત્ર છે. ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ ગુનાની તપાસ-શોધ માટે તો થાય જ છે, પરંતુ ગુનો જ ન થાય, ગુના બનતા અટકે તે માટે પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સનો ઉપયોગ એક નવતર અભિગમ છે.

ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ટેક્નલોજીના ઉપયોગ સાથે ગુનાની તપાસ-શોધ અને તે બનતા અટકે તે માટે આજની કાર્યશાળામાં માહિતી આપવામાં આવી છે. જેનાથી અનિયમિતતાઓ, ખામીઓની શોધ માટે સતર્કતાનું મહત્ત્વ પણ દર્શાવાયું છે. આ માહિતી કાર્યશાળાના પ્રતિભાગીઓને ઉપયોગી બનશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X