For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પર 'મહા'નો ખતરો વધ્યો, IMDએ તેજ વરસાદની ચેતવણી આપી

ગુજરાત પર 'મહા'નો ખતરો વધ્યો, IMDએ તેજ વરસાદની ચેતવણી આપી

|
Google Oneindia Gujarati News

ગુજરાતના દક્ષિણ ભાગોમાં પ્રચંડ ચક્રવાતી તોફાન 'મહા'થી છ નવેમ્બરથી તેજ વરસાદનું અનુમાન છે. ભારતીય હવામાન ખાતાએ શુક્રવારે કહ્યું કે, મહા હવે પ્રચંડ ચક્રવાતી તોફાન બની ગયું છે અને હાલ આ વાવાઝોડું લક્ષદ્વીપની બાજમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર છે. હવામાન ખાતાએ જણાવ્યું કે આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મહા વધે તેવી શક્યતા છે અને પછી બેથી ચાર નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફ વધશે તથા આગામી 24 કલાકમાં ભયંકર પ્રચંડ ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થવાનું અનુમાન છે.

હવામાન વિભાગનું અનુમાન

હવામાન વિભાગનું અનુમાન

હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે "છ નવેમ્બર બાદ આ ચક્રવાત દક્ષિણ ગુજરાતના તટ તરફ તથા પૂર્વ-ઉત્તરપૂર્વ દિસામાં ફરીથી ફંટાશે. જેનાથી અમને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો સહિત ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.' હવામાન વિભાગે જમીન પર વાવાઝોડું આવવાની સંભાવના વિશે કોઈ સટીક અનુમાન જતાવ્યું નથી.

તેજ વરસાદ થશે

તેજ વરસાદ થશે

વાવાઝોડું મહાના કારણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ચક્રવાત ક્યારના કારણે પાછલા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જણાવી દઈએ કે વાવાઝોડું ક્યાર હવે કમજોર પડી ગયું છે અને ઓમાન તરફ આગળ વધી ગયું છે.

તેજ પવન ફુંકાશે

તેજ પવન ફુંકાશે

હવામાન વિભાગ મુજબ વાવાઝોડું મહા હાલ વેરાવળથી 600 કિલોમીટર જેટલું દૂર છે અને તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલના સંજોગોમાં મહા દર કલાકે સૌરાષ્ટ્રથી 15 કિમી દૂર જઈ રહ્યું છે. 5 નવેમ્બર સુધી વાવાઝોડાની દિશામાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. ત્યાર બાદ તે દરિયામાં જ સ્થિર થઈ જશે અને પછી સંભવિત રીતે સૌરાષ્ટ્ર તરફ ફરી ગતિ કરશે.

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડશે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડશે

હવામાન વિભાગ મુજબ 6 નવેમ્બરથી સૌરાષ્ટ્ર અને દક્ષણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, દીવ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને નવસારીમાં ધોધમાર વરસાદ પડશે. હાલ પોર્ટ વોર્નિંગ છે અને 8 નવેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Pics: દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પોલિસ-વકીલો વચ્ચે હિંસા, પત્રકારો સાથે પણ મારપીટPics: દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પોલિસ-વકીલો વચ્ચે હિંસા, પત્રકારો સાથે પણ મારપીટ

English summary
The danger of 'Maha' increased on Gujarat, IMD warned of heavy rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X