કોગ્રેસની વિરોપક્ષના નેતાની પસંદગી કરવા ગાંધીનગર ખાતે મળી બેઠક
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ હશે તે હજી સુધી નક્કી નથી કરી શકાયુ. કોગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, આ નામ દિલ્હી હાઇકામાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે
કોગ્રેસ દ્વારા વિપક્ષના નેતાની નામની પસંદગી માટે ગાંધીનગર ખાતે કોગ્રેસના 17 ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં કોઇ નિર્ણય સુધી ના પહોચી શકાતા આખરે નિર્ણય દિલ્હી હાઇકમાન્ડ પર છોડવામાં આવ્યો છે ગુજરાત વિપક્ષના નેતાના નામ નક્કી કરવા માટે હાઇકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે બી.કે. હરીપ્રસાદને મોકલવામાં આવ્યા હતા. તેમ છતા નામ નકકી કરી શકાયુ નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની કારામી હાર થઇ છે અને માત્ર 17 બેઠકો જ જીતી શક્યા છે. વિધાનસભાની નિયમ મુજબ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે 19 બેઠકો હોવી જરૂરી છે. ત્યારે કોગ્રેસને વિપક્ષનુ પદ મળશે કે નહી તેના પર જ સવાલ છે. તેમ છતા વિકક્ષનું નામ નક્કી કરવા માટે આ બેઠક મળી હતી.
સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ કોગ્રેસનું નેતા પદ લેવા ભારે ખેંચતાણ થઇ રહી છે.. જેથી કરીને આખરે એવુ નક્કી કરવામાં આવ્યુ છે કે, આનો નિર્ણય હાઇકમાન્ડ જ કરે. વિરોધપક્ષના નેતાના કેબિનેટ મંત્રી કક્ષાનો દરજ્જો મળે છે તેને બધી સુવિધા મળે જે એક કેબિનેટ મંત્રીને મળે છે. કોગ્રેસના સીનિયર નેતાઓ આ પદ લેવા ધમપછાડા કરે છે. એટલા માટે બેઠકમાં નિરીક્ષક આવ્યા હોવા છતા નામ નક્કી ના કરી શકાયુ.
કોગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ અંગે મહિતી આપતા જણાવ્યુ હતુ કે, ગાંધીનગર ધારસભ્યોની બેઠકમાં વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવા માટે સભ્યોની બેઠક બોલાવી હતી. જેમા નિરીક્ષક બી.કે. હરીપ્રસાદ પણ હાજર હતા. અને સર્વાનુમતે એવુ નક્કી કરવામાં આવ્યુ છે. વિક્ષના નેતાનું નામ હાઇકમાન્ડ નક્કી કરે. જેથી એક લાઇનમાં મત્ર લખીને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગેને મત્ર લખીને નામ નક્કી કરવા જણાવ્યુ છે.
ગુજરાત વિધાનસભાની વિપક્ષના નેતા તરીકે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષ નેતા અર્જુન મોઢાડીયા, તુસાર ચૌધરી, શૈલેષ પરમાર, સહિતના સીનિયર નેતાઓના નામો ટોપ પર છે.












Click it and Unblock the Notifications
