Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

૧થી ૩૦ સેક્ટરના મળીને અંદાજે ૪૩૦ કિલોમીટર પાઈપલાઈનનુ સેવરેજ નેટવર્ક ગાંધીનગર ધરાવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરના ડ્રેનેજ નેટવર્કના સુવ્યવસ્થિત વ્યવસ્થાપનની જરૂરિયાત ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Bhupendra patel

​મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, ગાંધીનગર શહેરની ડ્રેનેજલાઈન નેટવર્કના સંચાલન,મરામત અને નિભાવણીની કામગીરી માર્ગ-મકાન વિભાગને બદલે હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ-૨૦૧૦ માં થઈ તે પહેલાંથી હાલ સુધી આ સંપૂર્ણ કામગીરી રાજ્ય સરકારના માર્ગ મકાન અને પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવે છે.

હાલની વ્યવસ્થા મુજબ ગાંધીનગરના સેક્ટર ૧થી ૩૦ તેમ જ તેમાં સમાવિષ્ટ ૭ ગામો બોરીજ, પાલજ, વાસણ, ધોળાકુવા, ઈન્દ્રોડા, આદિવાડા અને ગોકળપુરામાં દરરોજ એવરેજ કુલ ૬૬ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે.

આ પાણીનો ઉપયોગ થયા બાદ થતા ડ્રેનેજના પાણીના જથ્થાને રહેવાસીઓના ઘરેથી એકત્રિત કરીને મુખ્ય ડ્રેનેજ પાઈપલાઈન દ્વારા સરગાસણ અને જાસપુરના એસ.ટી.પી.માં યોગ્ય ટ્રિટમેન્ટથી શુદ્ધ કરવા પહોંચાડવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ આશરે ૪૩૦ કિ.મી. લંબાઈની સેવરેજ નેટવર્ક પાઈપલાઈન છે.

ગાંધીનગરમાં વર્તમાન અને ભવિષ્યની ડ્રેનેજ પાણીના નિકાલની જરૂરિયાતોને અનુસરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે માર્ગ-મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ભૂગર્ભ ગટરના નવિનીકરણની કામગીરી પ્રગતિમાં છે.

આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે.પ્રથમ તબક્કે સેક્ટર ૧૫થી ૩૦ માટે હાઉસ કનેક્શન સાથે તમામ ગ્રેવિટી ડ્રેનેજ નેટવર્ક બદલી નાખવાની તેમ જ સેક્ટર ૧થી ૧૪ માટે રિંગ રોડ સાથે જોડાયેલી મુખ્ય લાઈન સાથે રિંગ રોડના ડ્રેનેજ નેટવર્ક બદલવાની કામગીરી સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં ગાંધીનગરના ક, ખ, ગ, ઘ અને ચ રોડમાંથી પસાર થતી મુખ્ય લાઈનમાંથી ડ્રેનેજના પ્રવાહને પસાર કરીને સરગાસણ એસ.ટી.પી. પ્લાન્ટમાં મોકલવા તેમ જ નવા વસેલા સેક્ટરો 1થી 14માં પાઈપલાઈન નાખવાની કામગીરી અને પમ્પિંગ સ્ટેશન સહિત સ્કાડા સિસ્ટમ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

રાજ્યના અન્ય મહાનગરોમા ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી મહાનગર પાલિકાઓ પાસે છે તે જ પ્રમાણે આ ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી પણ હવે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે.

આના પરિણામે ગાંધીનગરમાં ગટર વ્યવસ્થાનું હેન્ડલિંગ મહાનગર પાલિકાને તબદીલ થતાં સિટી સેવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન વધુ અસરકારક બનાવીને સેનિટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા સાથે નાગરિકોને સારી સેવા પૂરી પાડી શકાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X