12 સભ્યોનો પરિવાર અને ઉમેદવારને માત્ર એક મત મળ્યો, ભર બજારે રડ્યો ઉમેદવાર!
ગુજરાતમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે આવ્યા છે. આ પરિણામોમાં કેટલાક એવા પરિણામો પણ છે જેને લોકોને ચૌકાવ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગામમાં સામે આવી છે.
વલસાડ : ગુજરાતમાં ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે આવ્યા છે. આ પરિણામોમાં કેટલાક એવા પરિણામો પણ છે જેને લોકોને ચૌકાવ્યા છે. આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગામમાં સામે આવી છે.

સમગ્ર ઘટના પર જઈએ તો ઘટના કંઈક એવી છે કે વાપી તાલુકાના છરવાડા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન એક ઉમેદવાર સંતોષભાઈ હળપતિએ ઉમેદવારી નોંધાવી હતી. છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5નાં ઉમેદવાર સંતોષભાઈને ત્યારે જાટકો લાગ્યો જ્યારે મત ગણતરી દરમિયાન માત્ર એક જ મત મળ્યો.
મળતી માહિતી મુજબ, સંતોષભાઈ હળપતિનો પરિવાર 12 સભ્યોનો છે. તેમને ઓછામાં ઓછા પોતાના પરિવારના સભ્યોના તો મત મળવા જોઈતા હતા. જો કે અણધારી ઘટના ઘટી હોય તેમ તેમને માત્ર એક જ મત મળ્યો, આ એક મત મળવાની ઘટના તેમને એટલી લાગી આવી કે તેઓ ભર બજારે રડી પડ્યા. હાલ સંતોષભાઈ હળપતિને એક મત મળવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
આવી જ એક ઘટના પાટણમાં પણ સામે આવી છે. પાટણના નોરતા તળપદ ગામની મતગણતરી પેચીદી બની હતી. રિકાઉન્ટિંગમાં હારેલા ઉમેદવાર વિજયભાઈનો એક મતે વિજય થયો હતો. નોરતા તળપદ ગામનું ત્રણ વખત રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. છેવટે ત્રીજી વખત રિકાઉન્ટિંગમાં ઉમેદવારની વિજય પટેલની જીત જાહેર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
