સસરો વહુ સાથે બાંધતો હતો શારીરિક સંબધ, વિદેશ જવા પૈસા ન આપ્યા તો કરી હત્યા
Crime News : વિદેશ જવા માટે 2 લાખ દેવાની ના પાડતા એક મહિલાએ પોતાના સસરાની હત્યા કરી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસે વૃદ્ધનો મૃતદેહ 5 સપ્ટેમ્બરના રોજ મળ્યો હતો. તેના મૃતદેહ પર ઘણા ઇજાના નિશાન હતા.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે, વૃદ્ધ વ્યક્તિનું મોત માથામાં કોઈ સખત વસ્તુને કારણે થયેલી ઈજાને કારણે થયું હતું.

આ કેસમાં જ્યારે પોલીસે પુત્રવધૂની કડક પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, પુત્રવધુ તેના સસરાની હત્યા કરી છે. આ ઘટના ડાકોર શહેરની ભગતજી કોલોનીની છે.
કેસનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું હતું કે, 75 વર્ષીય મૃતકનું નામ જગદીશ હતું. જે તેની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધો બાંધતો હતો અને આ વાત છૂપાવવા માટે તેને પૈસા આપતો હતો.
સમય વીતતો ગયો અને પુત્રવધૂને ફેસબુક પર કોઈની સાથે અફેર થવા લાગ્યું અને તેણે વિદેશ જવા માટે સાસરિયા પાસે પૈસાની માંગણી શરૂ કરી હતી. સસરાએ તેને પૈસા આપવાની ના પાડી હતી. જે બાદ પુત્રવધૂએ ગુસ્સામાં તેની હત્યા કરી નાખી હતી.
મૃતક જગદીશ લગભગ ત્રણ દિવસથી ગુમ હતો. વૃદ્ધ ગુમ થયા બાદ પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. પરિવારના મોટા પુત્રએ રાજસ્થાનમાં તેના સંબંધીઓના ઘરે શોધખોળ કરી, પરંતુ તેના પિતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં જગદીશનો મૃતદેહ રૂમના કબાટમાંથી સંતાડેલી હાલતમાં મળી આવ્યો હતો.












Click it and Unblock the Notifications
