રાજ્યપાલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવ્યાંગો દ્વારા નિર્મિત વસ્તુઓનો મેળો ખુલ્લો મુક્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલે હસ્તકલા સ્ટૉલ્સની મુલાકાત લીધી અને દિવ્યાંગ કારીગરો સાથે સંવાદ કર્યો હતો.

અમદાવાદમાં પર સૌપ્રથમ વખત આયોજિત આ મેળો ૨૫મી ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. આ મેળામાં દેશના ૨૦ રાજ્યોના લગભગ ૧૦૦ જેટલા દિવ્યાંગ કલાકારો-કારીગરોના સ્ટોલ્સ છે.
જણાવી દઈએ કે, સરકાર સરકાર દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે. આવા આયોજનો દ્વારા દિવ્યાંગોને રોજગારી સાથે સાથે સામાજીક સપોર્ટ પણ મળે છે.












Click it and Unblock the Notifications
