For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદો!! ગુજરાત સરકારે તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં ત્રણ ગણો વધારો કર્યો, જાણો હવે કેટલું મળશે ભથ્થું

રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તલાટી કમ મંત્રીઓની વિવિધ રજૂઆતો બાદ રાજ્ય સરકારે હવે તેમના ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ મા

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તલાટી કમ મંત્રીઓની વિવિધ રજૂઆતો બાદ રાજ્ય સરકારે હવે તેમના ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું. જે હવે તલાટી કમ મંત્રીઓને દર મહિને 3000 રૂપિયા ખાસ માસિક ભથ્થું આપવામાં આવશે.

Bhupendra Patel

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.

ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થતા આ મહત્વનો નિર્ણય કરાયો છે.

ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900/- ના બદલે રૂ.3000 અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.13 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે.

English summary
The Gujarat government tripled the allowances of Talati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X