ઈસ્કોન બ્રિજ અકસ્માતની અમદાવાદ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ થશે
અમદાવાદના ઈસ્કોન બીચ પણ અકસ્માત બાદ હિટ એન્ડ રનની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડતા હવે સરકારે પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસના આદેશ કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અકસ્માતને લઈને ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક .યોજાઈ હતી. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત જે નવ કમનસીબ વ્યક્તિઓના અકાળે મૃત્ય થયા છે તેમના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરી છે. આ સિવાય ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય અને સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ અપાશે.

ઘટના બાદ સરકારે સીધી દખલ કરીને લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા યોગ્ય પગલા ભર્યા હતા. આ માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અકસ્માત સ્થળની મુલાકાત લઈને અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં સરકાર દ્વારા દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો અપાયા હતા. આ સિવાય બેઠકમાં જણાવાયુ કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડીસીપી અને પાંચ પીઆઈ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.
#WATCH | Ahmedabad | Gujarat Police bring accused Tathya Patel and his father Pragnesh to the crime spot where the accident took place on Sarkhej-Gandhinagar (SG) highway. https://t.co/gQI8uJFcjZ pic.twitter.com/hQ5969d18y
— ANI (@ANI) July 20, 2023
આ બેઠકમાં મહાનગરોમાં વાહનોનાં ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઈવિંગ તથા સ્ટંટ કરનારા યુવાઓ સામે જે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તે વધુ કડક અને વ્યાપક બનાવાવા પણ ચર્ચા કરાઈ.
આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
