મોદી માટે બેચેની સમાન છે મુસલમાનોનું મૃગજળ
(ડો. નિરવ શાહ દ્વારા) : આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધન અવાજ બુંલદ હતો. હાં, ગુજરાતના રમખાણો પછી આજે ગોધરા કાંડની 11મી વરસી છે. દુર્ભાગ્યવશ ભવિષ્ય તરફ આગળ વધથી વખતે એ પીડિતોની ચીસો આજે પણ કાનોમાં ગુંજે છે. જો મોદીની ઉપલબ્ધિઓ તરફ દૃષ્ટિ કરવામાં આવે તો વિકાસ બે ભાગોમાં વહેંચાઇ જાય છે- ધર્મનિર્પેક્ષ અને સાંપ્રદાયિક.
કોઇ પણ જો મોદીના ગુજરાત અંગે તર્કસંગત વાત કરે છે તો લોકો કહે છે કે ઉપદેશ આપી રહ્યાં છે અને એક પ્રજાતિ એવી છે, જેણે ભારતીય મુસ્લિમો વચ્ચે એક ભય પેદા કરી દીદો છે. એક ખોટું વાતાવરણ બનાવી દીધું છે મોદી વિરુદ્ધનું. મોદી અંગે વાત કરવામા આવે તો એક મૃગજળ જ મુસલમાનોને દેખાય છે, જ્યારે ખરા અર્થમાં તેવું કઇ નથી અને એ જ કારણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી માટે તે બેચેનીનું કારણ બનેલું છે.

એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે કોણ અને ક્યાં છે જે ભારતીય મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે? આ ભાડુતીઓ, જે આજે આપણી સાથે તો કાલે કોઇ અન્ય સાથે. તેમાં તમે ગેર સરકારી સંગઠનોનું નામ લઇ શકો છો, જેમની પોતાની ભૂમિકા સંદિગ્ધ છે. નેતાઓની વાત કરીએ તો મુસ્લિમ વોટ મેળવવા માટે કંઇપણ કરી શકે છે.
સાચું તો એ છે કે ભારતમાં મુસલમાનો પાસે તેમની જનસંખ્યાથી વધારે પ્રતિનિધિ છે, પરંતુ ભારતીય મુસ્લિમ સમુદાયને કોણ સ્પષ્ટીકૃત કરે છે તે જાણવું જરૂરી છે. ઉત્તર છે મહત્વકાંક્ષા. અન્ય સમુદાયોની જેમ. ભારતીય મુસલમાનોની અનેક મહત્વકાંક્ષાઓ છે, સ્વપ્ન છે અને આશાઓ પણ, પરંતુ આ આકાંક્ષાઓને પીડિત ગણાવીને દબાવી દેવામાં આવે છે. મહત્વકાંક્ષા છે સારી શિક્ષાની, નોકરીની, વ્યવસાયની અને અન્ય કોઇ. આ બધી મહત્વકાંક્ષાઓ વોટબેન્ક પર આવીને અટકી જાય છે.
65 વર્ષ પછી પણ ઘણા વચનો અધૂરા છે. કોંગ્રેસ દાવા કરે છે કે તે મુસ્લિમોના હિત માટે કામ કરે છે. લોકો કહે છે કે મુસ્લિમ વોટ માત્ર કોંગ્રેસના ખાતામાં પડે છે, પરંતુ ગુજરાત વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ પર તમામ વાતો ઠેરની ઠેર રહી ગઇ, જ્યારે મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં મોદીના ઉમેદવાર જીતીને આવ્યા છે. 2012ના વિધાનસભા ચૂંટણીમાં 66 બેઠકો, જ્યાં મુસ્લિમ વસ્તી 10 ટકામાંથી 40 ભાજપને મળી, જ્યાં મુસ્લિમ વસ્તી 15 ટકા હતી, ત્યાં 34માંથી 21 બેઠકો ભાજપે જીતી. જ્યાં મુસ્લિમ આબાદી 20થી 61 ટકા હતી, ત્યાં ભાજપે 9 બેઠકો મેળવી હતી.
જમાલપુર ખાડિયા, વેજલપુર, ભરૂચ, સુરત ઇસ્ટ, વગ્રા અને ભુજ જેવી જગ્યાઓ પર ભાજપની જીત સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતના મુસલમાનોને હવે વિકાસ જોઇએ. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે ગુજરાતના મુસલમાન દેશમાં સૌથી વધારે ઝડપથી આગળ વધે છે. દેશમાં જ્યાં મુસલમાનોનો સાક્ષર દર 59.1 ટકા છે, જ્યાં ગુજરાતમાં આ દર 73.5 ટકા છે. આટલો દર તો ભારતના શહેરી વિસ્તારમાં પણ નથી. આ પ્રકારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગુજરાતના 69 ટકા મુસલમાન સાક્ષર છે, જ્યારે દેશના ગ્રામીણ વિસ્તારમાં 53 ટકા મુસલમાન સાક્ષર છે.
આર્થિક સ્થિતિની વાત કરીએ તો ગુજરાતના મુસલમાનોની આર્થિક સ્થિતિ ભારતના અન્ય રાજ્યોના મુસલમાનો કરતા વધારે અધિક છે. આ મામલે ગુજરાતે તમામ રાજ્યોને પછાડી દીધા છે. પ્રતિ વ્યક્તિ આવકની વાત કરવામાં આવે તો ગુજરાતના મુસલમાનોની આવક 875 રૂપિયા છે જ્યારે દેશની એવરેજ આવક 804 રૂપિયા છે. આ તમામ વાત સ્પષ્ટ દર્શાવે છે કે મોદીનો વિકાસ કોઇ એક વર્ગ કે સમુદાય માટે નહી, પરંતુ દરેક વ્યક્તિ માટે છે. અંતમાં મોદીનું એક વચન જરૂરથી જણાવવા માંગીશ, સૌનો સાથ, સૌનો વિકાસ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
