ફી નિયમ કાયદા અંગે રાજય કરકારે રચી નવી કમિટી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ફી નિયમનના કાયદાના અમલ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાલન માટે રાજ્ય સરકારે ફીની મર્યાદા રજૂ કરવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તેમાં એક નવી કમિટિ ની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહ, માધ્યમિક સ્કુલના ડાયરેક્ટર જે.ડી.દેસાઈ, પ્રાથમિક શિક્ષણ નિયામક બોર્ડના ચેરમેન એમ.આઈ.જોશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સમક્ષ વાલીઓ અને શાળા સંચાલકો 15 ફેબ્રુઆરી સુધી ઈ-મેઈલ તેમજ લેખીત રજૂઆત કરી શકશે. વાલીઓ અને શાળા સંચાલકો ગાંધીનગર ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીએ જઈને મૌખિક રજૂઆત પણ કરી શકશે.

bhupendra

અહીં નોંધનીય છે કે ફી નિર્ધારણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લવાયેલા ફી નિયમન કાયદો અને તેની જોગવાઇઓ અંગે સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. તેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે વધારાની ઉઘરાવાયેલી ફી પરત કરવી. વાલી મંડળને રેગ્યૂલેટરી કમિટીમાં સ્થાન આપવું અને નવેસર થી ફી રેગ્યૂલેટરી કમિટીની રચના કરવામાં આવે. આ ચૂકાદાને પગલે નવી કમિટી રચવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે સૂચવેલા સુધારા મુજબ ફી નિર્ધા૨ણ અંગેની ઝોનલ કમિટીના વડા તરીકે (૧) ચારેય ઝોનલ કમિટીમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજની જગ્યાએ નિવૃત્ત હાઈકોર્ટના જજને નિયુકત ક૨વાના ૨હેશે. જયારે બાકીના તમામ સભ્યો યથાવત ૨હેશે. (૨) રાજ્ય કક્ષાની રીવિઝન કમિટીમાં એકના બદલે બે નિવૃત્ત હાઈકોર્ટના જજની નિયુક્તિ ક૨વાની ૨હેશે આમ (૩) એક અઠવાડિયામાં ફી નિર્ધા૨ણ અંગેની નવી કમિટી બનાવવાની ૨હેશે.

આ કમિટીની ૨ચનાના બે અઠવાડિયામાં હાલમાં રાજ્ય સ૨કારે લઘુતમ રૂ.૧૫,૦૦૦/- રૂ.૨૫,૦૦૦/- અને રૂ.૨૭,૦૦૦/-ની ફી મર્યાદા નકકી કરી છે, તેમાં જો કોઈ સુધારો -વધારો સૂચવવો હોય તો સંચાલકો કે વાલીઓએ બે અઠવાડિયાની અંદ૨ આ અંગેની ૨જૂઆત રાજ્ય સ૨કા૨ને ક૨વાની ૨હેશે. આ ૨જૂઆત મળ્યા બાદ તે ૫છીના બે અઠવાડિયામાં રાજ્ય સ૨કારે નવું ફીકસેશન જાહે૨ ક૨વાનું ૨હેશે અને ત્યા૨બાદ શાળાઓએ બે અઠવાડિયામાં નવી દ૨ખાસ્ત આ૫વાની ૨હેશે. સુપ્રીમ કોર્ટે સૂચવેલ નવી ઝોનલ કમિટીએ સ૨કા૨નું નવું ફી ફીકસેશન કરે ત્યા૨બાદ સંચાલકોએ બે અઠવાડિયામાં ફી નિયમન અંગેની તેમની દ૨ખાસ્ત ૨જૂ ક૨વાની ૨હેશે. ત્યા૨બાદ ઝોનલ કમિટીઓએ ૪ અઠવાડિયામાં પ્રોવિઝનલ ફી જાહે૨ ક૨વાની ૨હેશે.

English summary
The new committee formed by the state government for fees issues.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.