સુનીતા અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુનીતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંચસ્થ મહાનુભાવોએ પુષ્પો અર્પણ કરીને મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલજીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.
રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ શ્રી આર. એચ. શુક્લ, રાજ્યના વિજિલન્સ કમિશનર સંગીતા સિંઘ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
