ખેડા સિરપ કાંડ અંગે આજે 11 કલાકે પોલીસ કરશે પ્રેસ કોન્ફરન્સ

Kheda syrup tragedy update : ખેડામાં થયેલા આસવ ટોનિક સિરપ કાંડમાં કિશોર સોઢાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. કિશોર અત્યાર સુધીમાં પાંચ લોકોના જીવ લીધા છે. આ અંગે આજે ખેડા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહી છે.

નોંધનીય બાબત છે કે, ખેડા સિરપ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ખેડા સિરપ કાંડ કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા યોગેશ સિંધીની ફેક્ટરીમાં મશીનરી ચલાવતા રાજદિપસિંહ વાળાની પોલીસે અટકાયત કરી છે. રાજદીપસિંહ સિરપ બનાવવા માટેની મશિનરી અને પેકિંગ કરવા અંગેનો ટેકનિકલ જાણકાર હોવાના કારણે, તે ફેક્ટરીમાં મશિનરી ચલાવી રહ્યો હતો.

Kheda syrup tragedy update

ખેડા પોલીસે મીડિયાને આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યુ છે કે, સમગ્ર મામલામાં છ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે. ખેડા પોલીસે પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન યોગેશ સિંધીની પૂછપરછ દરમિયાન ઘણા ખુલાસા થયા છે. યોગેશ સિંધી પોતાની ફેક્ટરીમાં જ સિરપ બનાવી રહ્યો હતો. મુંબઈથી આ સિરપ બનાવવા માટે યોગેશ એરેજોન નામનું કેમિકલ તૌફિક પાસેથી મંગાવતો હતો.

અત્યાર સુધી સમગ્ર ખેડા સિરપ કાંડ કેસમાં અગાઉ પોલીસ દ્વારા કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે. કેસમાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાથી અત્યાર સુધી કુલ 7 વ્યક્તિઓના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, 30 નવેમ્બરના રોજ બનાવટી આલ્કોહોલ ટોનિક સિરપ પીવાથી ત્રણ વ્યક્તિના મોત થયા હતા, જેમાં મધ્ય ગુજરાતના બિલોદરા અને બગડુ ગામમાં આ જ કારણોસર બે લોકોના મોત થયા હોવાનું માનવામાં આવે હતા.

રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયના જણાવ્યા અનુસાર, એક કિશોરે લગભગ પચાસ લોકોને ટોનિક સિરપની બોટલો આપી હતી. તેનું સેવન કરનારાઓમાંથી ત્રણ મૃત્યુ પામ્યા છે. અન્ય બે લોકો પણ મૃત્યુ પામ્યા હતા, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તેમને આ ટોનિક આપવામાં આવ્યું ન હતું. આ કેસમાં પોલીસે ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા, અને ખેડા પોલીસ અને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X