ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંજે ૪:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંજે ૪:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ ''ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી''ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પણ શુભારંભ કરાશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
