ખાનગી ડોક્ટરો કામગીરીથી અળગા રહેતા દર્દીઓની મુશ્કેલીઓ વધી
ખાનગી હોસ્પિટલોને આઇસીયુ ભોય તળિયે રાખવાના આદેશના વિરોધમાં ખાનગી તબીબોએ શુક્રવારે પ્રતિક વિરોધ કરી કામગીરીથી અળગા રહ્યા હતા. જેના કારણે સેકડો દર્દીઓ રઝળી પડ્યા હતા.
રાજ્યમાં ખાનગી હોસ્પિટલોને આઇસીયુ ભોય તળિયે રાખવાના આદેશના વિરોધમાં ખાનગી તબીબોએ શુક્રવારે પ્રતિક વિરોધ કરી કામગીરીથી અળગા રહ્યા હતા. જેના કારણે સેકડો દર્દીઓ રઝળી પડ્યા હતા. જોકે ખાનગી તબીબોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં બનાવાયેલી હોસ્પિટલમાં ઉપરના માળે આઈ.સી.યુ. બનાવ્યું હોય એ નીચેના માળે લાવવું સરળ નહીં હોવાને કારણે આવો નિર્ણય રદ કરવો જોઈએ.

ત્યારે, ગાંધીનગરમાં આવેલા ખાનગી દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલોના તબીબોએ આજે રજા પાડી હતી. ફાયર એનઓસી અને આઈ. સી. યુ. ના મુદ્દે ગાંધીનગરના તબીબો આજે પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા. જેના પરિણામે સેંકડો દર્દીઓએ હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો.
હોસ્પિટલમાં આઈસીયુ ભોય તળિયે રાખવાના આદેશના વિરોધમાં તથા ફાયર બ્રિગેડની એનઓસી માટે કડક બનાવાયેલા આપવામાં આવેલા આદેશને અનુલક્ષીને કેટલીક હોસ્પિટલોને નોટિસ આપીને તેનું એક સપ્તાહમાં પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે ખાનગી તબીબો અને હોસ્પિટલોએ સરકારની આ સૂચનાને વગર વિચારેલી ગણાવીને તા. ૨૧ ને શુક્રવારના રોજ કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.
મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણે જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આ નિર્ણયના અનુસંધાને શુક્રવારે સવારે ૮ વાગ્યાથી તબીબોએ ૨૪ કલાક માટે પોતાના કામ ઉપર જવાનું ટાળ્યું હતું. જેમાં ગાંધીનગર ના ૬૪૪ સહિત સમગ્ર જિલ્લાના એક હજાર જેટલા ખાનગી તબીબોનો સમાવેશ થતો હોવાનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડૉ. અનિલ ચૌહાણે જણાવ્યું હતું. જેના પરિણામે મોટી હોસ્પિટલોથી માંડીને નાના ક્લિનિક, પ્રસુતિ ગૃહ, સહિત નર્સિંગ હોમ અને ખાનગી દવાખાનાઓમાં પણ તબીબી સેવાઓ ખોરંભે પડી હતી. પરિણામે, સેંકડો સર્જરી અને તબીબી સેવા ઠપ્પ થવા પામી હતી. હાઇકોર્ટે પણ આ બાબતે ધ્યાન લઇ સેવાથી અળગા રહેવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો.












Click it and Unblock the Notifications
