For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની પોલિસીએ મુશ્કેલી વધારી, કોરોના સંક્રમિતોને ઘરે મોકલવા હોસ્પિટલ મજબૂર

સરકારની પોલિસીએ મુશ્કેલી વધારી, કોરોના સંક્રમિતોને ઘરે મોકલવા હોસ્પિટલ મજબૂર

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે કોરોના વાયરસના ટેસ્ટિંગની પોલિસીમાં સુધારો કર્યો છે, જેને પગલે ખાનગી હોસ્પિટલોની સાથોસાથ સંક્રમિતોની મુશ્કેલી વધી છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે સુધારેલી પોલિસી મુજબ જો હવે કોઈ શંકાસ્પદે કોવડ 19નો ટેસ્ટ કરાવવો હોય તો હોસ્પિટલે દાખલ થવું ફરજીયાત બનાવી દીધું છે, જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં ઓછા બેડની સમસ્યા સર્જાણી છે જેથી કોરોનાના દર્દીઓને ઘરે મોકલવા અથવા તો તેમને વેઈટિંગમાં રાખવા હોસ્પિટલ મજબૂર બન્યા છે. કોવિ઼ડ-19થી ઉંચા મૃત્યુદર વાળા રાજ્યોની યાદીમાં ગુજરાત આગળ છે. ગુજરાતીઓએ વિચાર્યું હતું કે નવી પોલિસી તેમના જીવનની મુશ્કેલીઓ ઘટડશે ઉલ્ટાની આ પોલિસીએ લોકોની મુશ્કેલીઓમાં હરણફાડ વધારો કર્ય છે.

સરકારની પોલિસીએ મુશ્કેલી વધારી

સરકારની પોલિસીએ મુશ્કેલી વધારી

રાજ્ય સરકારે 2 જૂનના રોજ ટેસ્ટિંગ પોલિસીમાં સુધારો કરીને હોસ્પિટલે દાખલ થયા વિના સંકાસ્પદોના ટેસ્ટિંગ અશક્ય બનાવી દીધા. આ નવી પોલિસી બહાર પાડવામાં આવી તેના ચાર દિવસ બાદ જ અમદાવાદના કેટલાક ખાનગી હોસ્પટલોએ ફરિયાદ કરી છે કે તેમના કોવિડ-19 વોર્ડ્સમાં બેડની કમી સર્જાણી છે અને તેઓ કોવડ 19 સંક્રમિતોને ઘરે પરત મોકલવા અથવા તો વેઈટિંગ લિસ્ટમાં મૂકવા માટે મજબૂર બન્યા છે.

આવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરકો માટે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો અઘરો બની ગયો છે. આ નવી પોલિસીને લઈ તબીબોએ ચેતવણી આપતા કહ્યું કે આનાથી ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ ખરાબ બનશે.

હેલ્થકેર સિસ્ટમમાં અડચણ પેદા કરે છે

હેલ્થકેર સિસ્ટમમાં અડચણ પેદા કરે છે

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA)એ કહ્યું કે અમદાવાદ કોરોનાનું હૉટસ્પૉટ છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં બેડ નથી, તેવામાં ટેસ્ટિંગ માટે ફરજીયાત હોસ્પિટલે દાખલ થવાની પોલિસી હેલ્થકેર સિસ્ટમમાં અડચણ પેદા કરશે

અમદાવાદની સ્થિતિ ભયંકર બની શકે

અમદાવાદની સ્થિતિ ભયંકર બની શકે

અમદાવાદના કેટલાય ખાનગી હોસ્પિટલોમાં બેડની કમી સર્જાતી જોવા મળી રહી છે તેવામાં સરકારની આ પોલિસી ખાનગી હોસ્પિટલોની મુશ્કેલીમાં વધારો કરતી સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોના વાયરસના મામલામાં તેજી આવી શકે છે. જો કોવિડ-19 દર્દી સમયસર હોસ્પિટલે દાખલ ના થઈ શકતો હોય તો તેની રિકવરીના ચાન્સ પણ ઘટી જતા હોય છે, ત્યારે સરકારની આ પોલિસી નાગરિકો માટે ચિંતાજનક છે, આનાથી અમદાવાદ જેવા હૉટસ્પૉટની સ્થિતિ ભયાનક બની શકે છે.

કોરોનાનો તાંડવ યથાવત, વિશ્વભરમાં 70 લાખથી વધુ નમૂના પોઝિટિવ, બ્રાઝીલે ડેટા છૂપાવ્યાકોરોનાનો તાંડવ યથાવત, વિશ્વભરમાં 70 લાખથી વધુ નમૂના પોઝિટિવ, બ્રાઝીલે ડેટા છૂપાવ્યા

English summary
the revised testing policy of gujarat government created new problem for hospitals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X