આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ ૨,૮૩૮ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન અપાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે લીધેલા અસરકારક ૫ગલાંનાં રાજય સરકારને નક્કર ૫રિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે. ગુજરાતે વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અમલ દ્વારા અનુસૂચિત જાતિના વિકાસનું ઉત્તમ ઉદાહરણ દેશ સમક્ષ પુરૂ પાડયું છે, તેમ ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોનના લાભાર્થીઓના વાલીઓ સાથે પ્રથમ વાર ગાંધીનગર ખાતે સંવાદ સેતુ રચતા અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજે જણાવ્યું હતું.

Bhupendra patel

રાજ્ય સરકારની ડૉ.આંબેડકર વિદેશ અભ્યાસ લોનથી અમારા સંતાનોના સ્વપ્નો સાકાર થયા છે તેમ સંવાદ દરમિયાન વિવિધ લાભાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા સંવાદમાં અંદાજીત ૨૦ જેટલા લાભાર્થીઓના વાલીઓએ વિદેશ અભ્યાસ લોન મળવાથી પોતાના જીવનમાં આવેલ આમૂલ ૫રિવર્તનો વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

નિયામક રાજે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ કરવાના હેતુસર રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેના ભાગરૂપે વર્ષ ૧૯૯૮-૯૯થી ડો.આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં સમયાંતરે સહાયમાં અને યોજનાના માળખામાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી હાલના તબકકે રૂા.૧૫.૦૦ લાખની લોન વાર્ષિક માત્ર ૪ ટકાના દરે વિદ્યાર્થીઓને આ૫વામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૨,૮૩૮ લાભાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આ૫વામાં આવી છે. હાલમાં પણ આ યોજના માટે લાભાર્થી ઘરે બેઠાં જ વિદેશ અભ્યાસ લોનની અરજી સરળ રીતે કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ યોજનાનો મહત્તમ લાભ લઇને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા રાજે આ પ્રસંગે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

સંવાદમાં સહભાગી થયેલા ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામના વતની અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજમાંથી આવતાં શ્રીમતી ભાવનાબેન સોલંકીએ જણાવ્યું કે તેઓના સાત પેઢીઓમાં સફાઇ કામનો જ વ્યવસાય કરે છે. ઘરમાં કોઇ સરકારી નોકરી કે કોઇ ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ નથી.૫રંતુ મારા બંન્ને જોડીયા બાળકો ભણવાની ધગશ જોઇ અમોએ પેટે પાટા બાંધી મારા બાળકોને ભણાવ્યા અને ઉચ્ચ શિક્ષણ અપાવીને ફીલીપાઇન્સ ખાતે ડોકટરના અભ્યાસ માટે મોકલેલ છે. ખરેખર , આ યોજનાનો લાભ ન મળ્યો હોત તો હું મારા બાળકોને વિદેશ ખાતે અભ્યાસ અર્થે કઇ રીતે મોકલી શકત? અને કેવી રીતે અમારા બાળકોનું સ૫નું પુરૂ કરત....? તેમ, સોલંકીએ જણાવીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X