For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ફ્રી તાલિમ મેળવવાની અમૂલ્ય તક

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવક-યુવતિઓમાં આત્મવિશ્વાસ સાથે સરકારી-બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ આપી શકે તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રાદેશિક ઇન્ટ

|
Google Oneindia Gujarati News

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવક-યુવતિઓમાં આત્મવિશ્વાસ સાથે સરકારી-બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઇન્ટરવ્યુ આપી શકે તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ૨૦૨૨-૨૩નું આયોજન આગામી ઓગસ્ટ ૨૦૨૨માં હાથ ધરવામાં આવશે.

Bhupendra Patel

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે યોજાનાર આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતિઓએ નિયત વિગતો સાથેની અરજી તા.૩૧ જુલાઇ-૨૦૨૨ સુધીમાં સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે.

અરજદારે (૧) પોતાનું પૂરૂ નામ અને સરનામું (ર) સંપર્ક નંબર (૩) જન્મનું પ્રમાણપત્ર (૪) શૈક્ષણિક લાયકાત-આધાર પુરાવા સાથે (પ) રોજગાર વિનિમય કચેરીમાં નોંધણીની વિગતો (૬) પાસપોર્ટ સાઇઝનો તાજેતરમાં પડાવેલો ફોટો (૭) આધારકાર્ડની નકલ વગેરે સામેલ કરી સંબંધિત અધિકારીને અરજી મોકલવાની રહેશે. પસંદ થયેલ યુવક-યુવતિઓને શિબિરની તારીખો બાબતે કચેરી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવશે.

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરમાં અમદાવાદ પ્રદેશમાં અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને આણંદ, વડોદરા પ્રદેશમાં વડોદરા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર તેમજ રાજકોટ પ્રદેશમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર. જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શનમાં આયોજક જિલ્લા તરીકે અમદાવાદ, વડોદરા અને રાજકોટ રહેશે. યુવાઓ માટે યોજાનાર આ ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

English summary
The state government will provide training to the youth in recruitment exam free of cost
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X