ગોધરામાં ટ્રેન સળગાવનારા 8 આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, હજુ 4 આરોપીઓ જેલમાં
2002 માં ગોધરામાં ટ્રેન સળગાવનારા આરોપીઓને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. 2 ફેબ્રુઆરી 2002 ના રોજ અંજામ અપાયેલી આ ભયાનક ઘટનામાં 59 લોકોના સળગી જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાતભરમાં મુસ્લિમો વિરૂદ્ધ હિંસા ફાટી નિકળી હતી અને હજારો લોકોના મોત થયા હતા.
ગોધરાકાંડના આ આરોપીઓ હાલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જામીન અપાયેલા આરોપીઓ 17થી 20 વર્ષ સુધીની સજા કાપી ચુક્યા છે. હાલ કોર્ટે 8 આરોપીઓને જામીન આપવા સાથે વધુ 4 આરોપીઓને જામીન આપવાનો ઈન્કાર કર્યો છે.

જે આરોપીઓને જામીન નથી અપાયા તે 4 આરોપીઓને નીચલી અદાલતે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું કે, જે આરોપીઓને ફાંસીની સજા સંભળાવાઈ છે તે સિવાયના આરોપીઓને જામીન આપી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, આ ચાર આરોપીઓ પાસે ખતરનાક હથિયારો પણ હતા.
ગોધરાકાંડના આઠ દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. કોર્ટે આ દોષિતોને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યા હોવાના આધારે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, તમામ દોષિતોએ 17 થી 18 વર્ષ જેલમાં વિતાવ્યા છે તેથી તેમને હાલ જામીન આપી શકાય.












Click it and Unblock the Notifications
