અંબાજીનો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય, આખરે સરકારને ભક્તો સામે જૂકવુ પડ્યુ
અંબાજીમાં ફરી મોહનથાળનો પર્સાદ આપવામાં આવશે મંદ્રિર ટ્રસ્ટીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
છેલ્લા પંદર દિવસ કરતા વધારે સમયથી ચાલી રહેલા અંબાદી મોહનથાળ પ્રસાદ વિવાદનો અંત આવ્યો છે. મંદિર ટ્રસ્ટી અને મંત્રીઓ વચ્ચે બેઠક બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી માઇ ભક્તોને હવે ચિક્કી અને મોહનથાળ બંનેનો પ્રસાદ આપવામં આવશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં કોઇ પણ પ્રકારની નોટિસ વગર મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરુ કરવામાં આવ્યો હતો. જેને લઇને રાજ્યના માઇ ભક્તો ભારે નારાજ થયા હતા.

મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા વિશ્વહિન્દુ પરિષદ સહિતના સંગઠનો મેદાને આવ્યા હતા. અને મોહનથાળનો પ્રસાદ શરુ કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા હતા. સાથે બ્રહ્મ સમાજ દ્વારા પણ તેન સતત વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. અને આ બેઠક બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાંમાં આવ્યો હતો.
આ મામલે રૂષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ છેલ્લા 32 થી 37 વર્ષથી આપવામાં આવે છે. તેની ક્વાલિટીમાં બગડે નહી તે રીતે સુધારો કરવામાં આવશે. અને તેને વિદેશ પણ મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
