For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાવ બેઠક એટલે વિકાસના બદલે જાતિવાદી ગણિતને પ્રાધાન્ય આપતું સમીકરણ

સામાન્ય રીતે ગુજરાતને જાતિવાદ અને ધર્મવાદી રાજકારણની લેબ કહેવામાં આવે છે. રાજકીય રીતે સમગ્ર દેશમાં જાતિવાદ અને ધર્મનું રાજકારણ હાવી થઇ ગયું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે ગુજરાતને જાતિવાદ અને ધર્મવાદી રાજકારણની લેબ કહેવામાં આવે છે. રાજકીય રીતે સમગ્ર દેશમાં જાતિવાદ અને ધર્મનું રાજકારણ હાવિ થઇ ગયું છે. ત્યારે, હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની જો વાત કરવામાં આવે તો, આ બેઠક બનાસકાંઠા જિલ્લાના વાવ, સૂઇગામ અને ભાભર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

Vav seat

કચ્છના રણ અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો, જેમાં 1.57 લાખ પુરુષ મતદારો અને 1.44 લાખ સ્ત્રી મતદારો મળીને કૂલ 2.53 લાખ મતદારોનો સમાવેશ આ વાવ વિધાનસભામાં થાય છે. આ વાવ વિધાનસભા બેઠકમાં 379 મતદાન મથકો અને 270 જેટલા ગામોનો સમાવેશ થાય છે.

સામાન્યતઃ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક 2012માં નવા સિમાંકનમાં બદલાવ થવાના કારણે ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોના પ્રભુત્વવાળી બેઠક બની છે. આ ઉપરાંત એસસી સમાજના મતદારો અને ઇત્તર મતદારોનું વર્ચસ્વ રહ્યુ છે. જ્યાં, ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેની ઠાકોરે ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી શંકર ચૌધરીને 6600 જેટલા મતથી પરાજીત કર્યા હતા.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગેની ઠાકોરને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, ભાજપે ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. તો, આમ આદમી પાર્ટી દ્વારા ડો. ભીમ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે રીતે, આ બેઠક પર ત્રિપાંખીયા જંગના એંધાણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યારે, મતદારો ગેનીબેનને રિપિટ કરે છે કે, કોને વિજયનો તાજ પહેરાવે છે તે હવે જોવું રહ્યું.

English summary
The Vav seat is an equation that prioritizes racist math over development
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X