કાંધલ જાડેજા જ કિંગ, રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત તો કુતિયાણાં ટાઈ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. મોટાભાગની બેઠકો પર ભાજપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે ત્યારે પોરબંદરની બે નગરપાલિકા પર સૌની નજર હતી તેવી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો છે.
રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન આવ્યું છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠક મળી છે. રાણાવાવના પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. પરિણામો અનુસાર, કુતિયાણામાં 30 વર્ષ બાદ ઐતિહાસિક પરિવર્તન જોવા મળઈ રહ્યું છે.
નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રૂઆરી, 2025ને રવિવારના રોજ યોજાઈ હતી. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વચ્ચે જોરદારની ટક્કર થઈ હતી.
બંને પક્ષના ઉમેદવારો પોતાના પક્ષમાં વધુને વધુ વોટ પડે તેવી કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આજે એટલે કે, મંગળવારને 18 ફેબ્રૂઆરી, 2025ના દિવસે પરિણામ જાહેર થયુ. આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે.

રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે.
કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. પોરબંદર જિલ્લામાંથી ઉલટફેરના આંકડા સામે આવ્યા છે. અહીં ભાજપ અને સામાજવાદી પાર્ટીની ટક્કરની વચ્ચે ટાઇ પડી ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે, કુતિયાણા નગરપાલિકામાં ટાઈ પડી છે. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠક મળી છે. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
