નડાબેટ ભારત-પાક બોર્ડર પરનો ઝીરો પોઈન્ટ મુલાકાતીઓ માટે બંધ રહેશે
નડાબેટમાં ભારત-પાક બોર્ડર પર આવનારા મુલાકાતીઓ અસ્થાયી રૂપે ઝીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. ઝીરો પોઈન્ટ તરફ જતા રોડ પર રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોવાને કારણે પ્રવાસીઓ સરહદની નજીક નહીં જઈ શકે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૂત્રો અનુસાર. રોડ રિનોવેશનના કામ બાદ લોકો રાબેતા મુજબ ઝીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે.
ટી-જંકશન અને નડેશ્વરી માતા મંદિર જેવા આકર્ષણો હજુ પણ પ્રવાસીઓ માટે નડાબેટના પ્રવાસ દરમિયાન ખુલ્લા રહેશે.
જણાવી દઈએ કે, નડાબેટમાં ઘણા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન સરદહ પર જોવા માટે આવે છે. થોડા સમય બાદ પ્રવાસીઓ માટે બોર્ડર સુધી જવાનો રસ્તોફરીથી ખુલ્લી જશે.












Click it and Unblock the Notifications
