For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાર્ટીઓ ગુજરાતમાં બીજેપીને જીતાડવામાં મોટી ભુમિકા ભજવતી રહી છે, જોઈ લો આંકડા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ પાર્ટીઓ બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાયની ઘણી પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ પાર્ટીઓ બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાયની ઘણી પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે. એવુ કહેવાય છે કે ગુજરાતમાં આ નાની પાર્ટીઓ બીજેપીને જીતાડવામાં મોટી ભુમિકા ભજવે છે. આ પાર્ટીઓ મત વિભાજન કરીને બીજેપીને જીત અપાવવામાં મોટી ભુમિકા ભજવે છે. હાલ ગુજરાતમાં BSP, CPI, CPM અને NCP જેવી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. આ પાર્ટીઓ મોટા ભાગે ગુજરાતમાં બીજેપીને જીતાડવામાં મોટો ભાગ ભજવતી આવી છે.

2017 વિધાનસભા ચૂંટણી

2017 વિધાનસભા ચૂંટણી

2017ના આંકડા પર નજર કરીએ તો, 2017ની ચૂંટણીમાં BSPએ 139 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીને 2,06,769 મત મળ્યા હતા પરંતુ આ ચૂંટણીમાં BSP નો એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. આ સિવાય અપક્ષ ઉમેદવારોને 12,90,098 મત મળ્યા હતા, અન્ય રાષ્ટ્રીય પક્ષોને 3,93,032થી વધુ મતો મળ્યા હતા. આ સિવાય સ્થાનિક પક્ષોને 96 હજાર 708 મત મળ્યા હતા. આ બધાના વોટ ભેગા કરવામાં આવે તો 17 લાખ 79 હજાર 838 મત થાય છે.

2012 વિધાનસભા ચૂંટણી

2012 વિધાનસભા ચૂંટણી

2012ની વાત કરીએ તો અપક્ષ ઉમેદવારોને 15 લાખ 97 હજાર 5879 વોટ મળ્યા હતા. અન્ય રાષ્ટ્રીય પક્ષોને 6 લાખ 31 હજાર 181 મત મળ્યા હતા. સ્થાનિક પાર્ટીને 3 લાખ 17 હજાર 733 વોટ મળ્યા હતા. તમામને ભેગા કરીએ તો આ આંકડો 25 લાખ 46 હજાર 503 હતો.

2007 વિધાનસભા ચૂંટણી

2007 વિધાનસભા ચૂંટણી

2007ની વાત કરીએ તો, તે વખતે અપક્ષ ઉમેદવારોને 14 લાખ 44 હજાર 605 વોટ મળ્યા હતા. અન્ય રાષ્ટ્રીય પક્ષોને આઠ લાખ 41 હજાર 96 મત મળ્યા હતા. સ્થાનિક પાર્ટીને 2 લાખ 75 હજાર 756 વોટ મળ્યા હતા.

2002 વિધાનસભા ચૂંટણી

2002 વિધાનસભા ચૂંટણી

2002માં અપક્ષ ઉમેદવારોને 11 લાખ 69 હજાર 711 વોટ મળ્યા હતા. અન્ય રાષ્ટ્રીય પક્ષને ચાર લાખ 49 હજાર 792 મત મળ્યા હતા. સ્થાનિક પાર્ટીઓને ત્રણ લાખ 37 હજાર 541 વોટ મળ્યા હતા. આ બધા મળીને કુલ 19 લાખ 57 હજાર 44 મત મુખ્ય પાર્ટી સિવાયને મળ્યા હતા.

1998 વિધાનસભા ચૂંટણી

1998 વિધાનસભા ચૂંટણી

1998માં અપક્ષ ઉમેદવારોને આઠ લાખ 54 હજાર 142 મત મળ્યા હતા. અન્ય રાષ્ટ્રીય પક્ષને ચાર લાખ 79 હજાર 494 મત મળ્યા હતા. સ્થાનિક પાર્ટીને 19 લાખ 76 હજાર 410 વોટ મળ્યા હતા. કુલ મતોની સંખ્યા 33 લાખ 10 હજાર 46 હતી.

English summary
These parties are playing a big role in winning BJP in Gujarat, look at the statistics!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X