અમરેલીના કોગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલયની મલાકાત કરી, દિગ્ગજો સાથે ચાય પે ચર્ચા કરી
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજવાનું છે તેને લઇેન રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા રોડ શો અને સભાઓ કરી રહ્યા છે. સાથેજ ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં ભાજપ અને કો
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજવાનું છે તેને લઇેન રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત પડે તે પહેલા રોડ શો અને સભાઓ કરી રહ્યા છે. સાથેજ ડોર ટુ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ એક સાથે ચાય પે ચર્ચા કરી હતી.

કોગ્રેસના ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અરેલીમાં ભાજપના કાર્યલાયની મુલાકાત લેવા માટે દોડી ગયા હતા. જ્યાં પહેલાથી ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલા, દિલીપ સંઘાણી એને ગોરધન ઝડપીયા સાથે બેસીને ચાયની ચુસ્કી મારી હતી. અને હળવા મૂડમાં જણાયા હતા.
પરેશ ધાનાણી અને તેના લઘુબંધુ શરદ ધાનાણી ભાજપ ચુંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાય ગયો હતો. ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત લોકો કઇ સમજી જ ના શક્યા કે આ શુ થઇ રહ્યુ છે. ત્યાર બાદ પરેશ ધાનાણીએ ઉમળકા ભેર ભાજપના નેતાઓ સાથે મળીને અભિવાદન કર્યુ હતુ. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસે થી લીધા આશિર્વાદ લીધા હતા.
પરેશ ધાનાણી એ કહ્યું કે ભાજપના કાર્યાલયમા રહેતા અને દીલ થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપશે. અમરેલી જિલ્લાના તંદુરસ્ત રાજકારણની આ અદ્ભુત તસવીરો સામે આવી હતી.
ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા












Click it and Unblock the Notifications
