ચોરોની હિંમત વધી! અમદાવારની કોર્ટમાં થઇ ચોરી

Subscribe to Oneindia News

અમદાવાદ ના ધોળકા તાલુકામાં આવેલી ધોળકા કોર્ટ માંથી 1 લાખ 25 હજાર 612 રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. ધોળકા કોર્ટના એક રૂમમાંથી તિજોરી તોડી કેસ બોક્સ માંથી તસ્કરોએ રૂપિયાની ચોરી કરી ફરાર થતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. જો કે ધોળકા ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પણ કોર્ટમાં ચોરીની ઘટના ટોક ઓફ ટાઉન બની ગઈ છે.

court

નોંધનીય છે આ ઘટના તે વાતની સ્પષ્ટ સાબિતી આપે છે કે ગુજરાતમાં ગુનાખોરી કેટલી વધી છે. ચોરોની હિંમતનો જુઓ તેમણે ન્યાયતંત્રને પણ બાકાત નથી મૂક્યું. નવાઇની વાત એ છે કે ચોરને સારી રીતે ખબર હતી કે કોર્ટની તિજોરીમાં મોટી રકમ મૂકાયેલી છે. આમ તો કોર્ટમાં સુરક્ષા પહેરો હંમેશા ચુસ્ત રીતે રાખવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાત દિવસ રાત વધી રહેલા ગુનાખોરીનું આ સૌથી મોટું ઉદાહરણ છે. જ્યાં પોલીસ ન્યાય તંત્રનું પણ રક્ષણ નથી કરી શકી.

English summary
Thief loots court at Dholka Taluka. Read here more.
Please Wait while comments are loading...