For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વર્ષે કેસર કેરી તમારા દાંત ખાટા કરશે, 20 ટકા જ પાક થવાની સંભાવના!

છેલ્લા 2 વર્ષથી ગુજરાતના ખેડૂતોની દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ઉપરાઉપરી વાવાઝોડા અને માવઠાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જૂનાગઢ : છેલ્લા 2 વર્ષથી ગુજરાતના ખેડૂતોની દશા બેઠી હોય તેવી સ્થિતી છે. ઉપરાઉપરી વાવાઝોડા અને માવઠાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો છે. આ સ્થિતીમાં હવે દેશ વિદેશમાં ગુજરાતની ઓળખ સમાન કેસર કેરી પણ લોકોના દાંત ખાટા કરવા તૈયાર છે. ખેડૂતો અને સંસ્થાઓનું માનિએ તો આ વર્ષે કેસર કેરીનો માત્ર 20 ટકા પાક થવાની સંભાવના છે. જેના કારણે સામાન્ય લોકોએ હવે કેસર કેરીને ભુલી જવી પડશે.

માત્ર 20 ટકા જ કેસર કેરીનું ઉત્પાદન

માત્ર 20 ટકા જ કેસર કેરીનું ઉત્પાદન

ગુજરાતના જૂનાગઢ અને આસપાસના જિલ્લાઓમાં કેસર કેરીનું મોટુ ઉત્પાદન થાય છે. આ કેસર કેરી ભારતભર અને વિદેશમાં એક અલગ ઓળખ ધરાવે છે. ઉનાળો આવતા જ કેસર કેરી બજારમાં આવી જાય છે. પરંતુ આ વખતે કેસર કેરી લોકલ બજારોમાં પહોંચી શકે તેની સંભાવનાઓ ઓછી છે. એક અંદાજ મુજબ આ વર્ષે માત્ર 20 ટકા ઉત્પાદન થવાની સંભાવના છે. ઓછા ઉત્પાદનને કારણે ભાવ પણ આસમાને રહેશે.

ઓછુ ઉત્પાદન કેમ?

ઓછુ ઉત્પાદન કેમ?

કેરીના ઉત્પાદને હવામાન સાથે સીધો સંબંધ છે. જો યોગ્ય હવામાન ન મળે તો કેરીના ઉત્પાદનને મોટી અસર થાય છે. આ વર્ષે પ્રતિકુળ હવામાનને કારણે ફાલ ખરી જવાને કારણે જેટલી કેરીઓ લાગવી જોઈએ તેની માત્ર 20 ટકા જ કેરીઓ લાગી છે. કેરીના ફાલને ઝાકળ અને માવઠા સહિતના પરિબળો મોટી અસર કરે છે.

આ વર્ષે કેરીના ભાવ બમણા થશે

આ વર્ષે કેરીના ભાવ બમણા થશે

એપ્રિલ મહિનામાં કેરીની આવક શરૂ થઈ જાય છે. જો કે આ વર્ષે કેરીના આવક શરૂ થઈ છે પરંતુ તે પણ 4 થી 5 દિવસ મોડી છે. બીજી તરફ વાત કરીએ તો આ વર્ષે શરૂઆતમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને 10 કિલોના 1200 થી લઈને 1750 આસપાસ ભાવ મળ્યા હતા. આ વર્ષે સિઝનમાં 500 થી 700 રૂપિયે 10 કિલો વેચાતી કેરી 1200 રૂપિયા આસપાસ વેચાવાની સંભાવના છે.

English summary
This year kesar mango will make your teeth sour, only 20 percent probability of harvest!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X