Gujarat Weather: ગુજરાત પર 'શકિત' વાવાઝોડાનો ખતરો, રાજ્યમાં આજે કેવા વરસાદની આગાહી?, જાણો
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 ઓક્ટોબર સુધી 'શક્તિ' વાવાઝોડા (Shakti Cyclone) ની ગતિ વધી શકે છે. ત્યારે 6 ઓક્ટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે.

Gujarat Rain: વાવાઝોડાની અસર 8-9 ઓગસ્ટે જોવા મળશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો
Cyclone Shakti: ગુજરાતમાં શકિત વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને વાવાઝોડું કચ્છ-દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરશે, 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે.
રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે.
Cyclone Shakti: આ વર્ષના ચોમાસાની ઋતુ પછીનું પહેલું ચક્રવાત અરબી સમુદ્રમાં રચાયું છે. હવામાનશાસ્ત્રીઓએ ચક્રવાતને 'શક્તિ' નામ આપ્યું છે. શુક્રવારે વિકસિત થયેલા આ સાયક્લોનનું નામ શ્રીલંકાએ રાખ્યું હતું. આ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારો માટે પણ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત શક્તિ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્ય ઓડિશાને અસર કરે તેવી શક્યતા છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મંગળવાર સુધીમાં ગુજરાત-મહારાષ્ટ્ર દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાની બની શકે છે. તોફાની હવામાનની સાથે 55થી 65 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવાર અને સોમવારે 60થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચક્રવાત શક્તિની અસરને ધ્યાનમાં રાખીને, રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ચોમાસા પછીનું પહેલું ચક્રવાતી વાવાઝોડું, શનિવારથી અરબી સમુદ્રમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે (IMD) આગાહી કરતા જણાવ્યું છે કે, ચક્રવાતી વાવાઝોડું શક્તિ સોમવાર એટલે કે, 6 ઓક્ટોબરની સવારથી ધીમે ધીમે નબળું પડી જશે અને પૂર્વ તરફ ફરી જશે.
ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115% નોંધાયો છે, સૌથી વધુ કચ્છમાં 140.23% સરેરાશ વરસાદ નોંધાયો છે, નર્મદા ડેમ 97.32% તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10% જેટલા ભરાયા છે.












Click it and Unblock the Notifications
