દીવ મુક્તિદિન સાથે ત્રિદિવસીય દીવ ફેસ્ટિવલનો પ્રારંભ
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો 19 મી ડીસેમ્બરે સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણીમાં દીવના ક્લેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત મોટા ભાહગન નાગરિકો જોડાયા હતા...
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો 19 મી ડીસેમ્બરે સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણીમાં દીવના ક્લેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સહિત મોટા ભાગના નાગરિકો જોડાયા હતા.

સાથે જ ત્રણ દિવસના દીવ ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. દીવમાં ફરવા આવતા પ્રવાસીઓ પણ આ ફેસ્ટિવલમા જોડા હતા. સવારે અહીં વિદ્યાર્થીઓએ કરાટેના વિવધ કરતબ બતાવ્યા હતા તો રાત્રિ માટે પણ વિશેષ સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દીવનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થતા ત્યાંના નાગરિકો અને પ્રશાસને ખુશી વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
