કોંગ્રેસને બાપુ મોંઘા પડ્યા! 3 Out અને હજી લાઇન ચાલુ છે!

Written By:
Subscribe to Oneindia News

ગુરુવારે કોંગ્રેસના અન્ય ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા બલવંત સિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું છે. અને ગુરુવારે જ તે તથા તેજશ્રી પટેલ અને પી.આઇ પટેલ ભાજપમાં જોડાયા છે. જે બાદ આજે પણ વાંસદાના ધારાસભ્ય છના ચૌધરી, માનસિંહ ચૌહાણ અને રામસિંહ પરમારે કોંગ્રેસની રાજીનામું આપ્યું છે.

news

પણ વાત આટલેથી નથી અટકતી સુત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ આ તો હજી શરૂઆત છે. હજી તો અન્ય 10થી વધુ ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામાં આપે તેવી પૂરે પૂરી સંભાવના રહેલી છે. એટલું જ નહીં કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપ દ્વારા તેમને કોંગ્રેસ છોડવા માટે મોટી રકમ આપવાની વાતો પણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો શંકર સિંહ વાઘેલાના નીકળવાથી અને પછી પક્ષ તરફથી વારંવાર તેમની પર શંકા કરવાનો રદિયો આપી નીકળવાની વાત કરી રહ્યા છે. જો કે બે જ દિવસમાં 6 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દેતા કોંગ્રેસ સફાળી ઊંધમાંથી જાગી છે. અને તેની સ્થિતિની વણસી જતાં અટકાવવા પ્રયાસો શરૂ કર્યા છે.

English summary
Gujarat Congress : Three more MLA resign from congress. Number reaches to six. Read here in details
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.