ઠગ કિરણ પટેલની પત્ની માલિનીની નડિયાદથી થઇ ધરપકડ
PMO ના નામથી કાશ્મીકમાં ઠગી કરવાના આરોપમાં પકડાયેલા કિરણ પટેલની પત્ની માલિની પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નડિયાદ ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે.
માલિની અને કિરણ પટેલની સામે અમદાવાદના પોશ વિસ્તારમાં બંગ્લાનું અતિક્રમણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આગોતરા જામીન માટે કરી હતી અરજી
નકલી PMO ઓફિસર બનીને શ્રીનગરમાં ઝેડ પ્લસ સિક્યોરિટીમાં ફરતા કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પહેલા ધરપકડના ડરથી કિરણ પટેલની પત્નીએ કોર્ટના શરણે ગયા હતા. કોર્ટમાં જામીન અરજી કરીને આગોતરા જામીન માંગવામાં આવ્યા છે. જેમાં માલિની પટેલે જણાવ્યું હતું કે, બંગલો કબ્જે કરવામાં તેમની કોઈ ભૂમિકા નથી.
શ્રીનગરમાં PMO ઓફિસર તરીકે ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવનાર કિરણ પટેલની પત્નીએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અમદાવાદમાં નોંધાયેલા નવા કેસમાં કિરણ પટેલની પત્ની માલિની પટેલે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે સિટી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ગયા અઠવાડિયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દંપતી વિરુદ્ધ FIR નોંધી હતી.
આ અરજીમાં માલિની પટેલે દાવો કર્યો છે કે, તે તેના પરિવારનો મુખ્ય આધાર છે અને ઘરમાં એકમાત્ર કમાનાર છે. જો તેને કોઈ કાયદાકીય સુરક્ષા આપવામાં નહીં આવે, તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. માલિનીએ જણાવ્યું હતું કે, તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જેમાં ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, પટેલ દંપતીએ તેમના રૂપિયા 15 કરોડના બંગલા પર અતિક્રમણ કર્યું છે. માલિનીએ આ કેસમાં ધરપકડ ટાળવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ચાવડાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે પટેલ દંપતીએ પોતાને પીએમઓના અધિકારી ગણાવીને છેતરપિંડી અને ધમકીઓ આપી હતી. ચાવડાની ફરિયાદ પરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. ચાવડાએ ઓગસ્ટ 2022માં કિરણ પટેલને આ મામલે કોર્ટ નોટિસ મોકલી હતી અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ચાવડાએ જણાવ્યું હતું કે, જો પોલીસે તે સમયે કાર્યવાહી કરી હોત તો ઘણા લોકો છેતરપિંડીમાંથી બચી શક્યા હોત. પ્રોપર્ટી બ્રોકર તરીકે કામ કરતા જગદીશ ચાવડાએ પટેલ દંપતીને બંગલો રિનોવેશન માટે આપ્યો હતો. આ માટે કેટલીક રકમ પણ ચૂકવવામાં આવી હતી. એક દિવસ તેમને ખબર પડી કે, આ બંગલા પર કિરણ પટેલે પોતાનું બોર્ડ લગાવ્યું છે.












Click it and Unblock the Notifications
